તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પોલીસ મથકે લોકોનાં ટોળાં ઉમટ્યાં ટીયર ગેસ છોડાતાં ૩થી વધુને ઇજા

ગઢડા (સ્વામીના)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઢસા ગામે કાર પાર્કિંગ બાબતે પોલીસ અને દુકાન સંચાલક વચ્ચે બોલાચાલી
  • પોલીસે ખોટી રીતે યુવકને માર મારવાનો આક્ષેપ : સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ખડકાયો : પોલીસ તરફે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાઈ

ગઢડા(સ્વામિના) તાલુકાના ઢસાગામમાં રાજકોટ ભાવનગર ચોકડી પાસે કાર પાર્કિંગ મુદ્દે એક પાન દુકાન સંચાલકને પોલીસ સાથે બોલાચાલી થતા પોલીસે માર મારવાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ વિરુદ્ધ ઉમટી પડવાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મુદ્દે જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ ઢસાગામ ચોકડી પાસે એક પાનની દુકાન સામે અડચણ થાય તેવી રીતે પોલીસ સ્ટાફના માણસોએ એક કાર પાર્ક કરતા દુકાનદાર તરફથી અડચણ ન થાય એ રીતે કાર પાર્ક કરવા અને ત્યાંથી કાર લઈ લેવા કહેતા આ કારમાં સિવિલ ડ્રેસમાં રહેલા અને નહી ઓળખી શકેલા પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો ભારે બિચક્યો હતો.

કર્ણોપકર્ણ જાણવા મળતી અને ચર્ચાતી વિગતો અનુસાર 3 પોલીસમેન દ્વારા કાર લઈ લેવા જેવી બાબતમાં બોલાચાલી થતાં એક યુવકને ખોટી રીતે માર મારવાની ઘટનાથી વાયુવેગે સમાચાર ફેલાઈ જતા ઢસા પંથકના એકજ મોટા સમાજના લોકોના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાબૂ બહાર ઉશ્કેરાયેલા ટોળાને કંટ્રોલ કરવા માટે ઢસા પી.આઈ. તરફથી રિવોલ્વર કાઢવી પડી હતી તેમજ ટોળાને કાબૂમાં લેવા પોલીસને 3 જેટલા ટીયર ગેસ છોડવા પડતા અફડાતફડીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

આ દરમિયાન થયેલી ભાગદોડ માં 3થી 4વ્યક્તિને નાની મોટી ઈજા થતાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા. આ મુદ્દે મોડી સાંજ સુધી ચાલુ રહેલી માથાકૂટના અંતે પોલીસ તરફથી હરદીપસિંહ ગીરવતસિંહ ગોહિલની ફરીયાદ હકીકત મુજબ પાન દુકાન સંચાલક સામે ફરીયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવેલ કે આજરોજ અમો તથા ડ્રાઈવર આ.હેડ કોન્સ. અનિલદાન પીંગળશીભાઈ લાંગાવદરા તથા અ.પો.કો. ગીરીરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ તથા અ.પો.કો. અજય ભાઇ રમેશભાઇ ગરણીયા ભારત બંધ બંદોબસ્ત અંતર્ગત સ.વા.મોબાઇલ -2માં પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઢસાના ચાર રસ્તા ભવાની હોટલ પાસે આવતા અમારી સ.વ.મોબાઇલ -2 ગાડી હોટલની બહાર રોડ પર આવેલા પાનના ગલ્લા પાસે ઉભી રાખી હતી.

ત્યારે દુકાનના માલિક આવેલ અને અમોને જણાવેલ કે, ગાડી અહિયા કેમ રાખેલ છે આગળ લઇ જાવ તેમ કહેતા અમો એ જણાવેલ કે, અમારો બંદોબસ્ત ચાલુ છે અને જાહેર જગ્યા હોય જેથી અમો પેટ્રોલીંગ કરી રહેલ છીએ. તો આ દુકાન વાળા નરેશભાઇ અમરશીભાઉ ગોલેતર જાતે - રજપુત ગાળો બોલવા લાગેલ પોલીસ સ્ટાફની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી પોતાની દુકાનમાંથી ઘોકો કાઢી ઝપાઝપી કરી પોલીસ સ્ટાફને ઇજાઓ પહોચાડવા બાબત ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો