વ્યવસ્થા:સાધુ ભક્તિ સ્વામીના પાર્થિવ દેહના ગઢડામાં અગ્નિસંસ્કાર

ગઢડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં સાધુ તથા સંતો હાજર રહ્યા હતા. - Divya Bhaskar
અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં સાધુ તથા સંતો હાજર રહ્યા હતા.
  • સ્વામી ભક્તિ પ્રકાશદાસજીનો અક્ષરવાસ થતા તેમની ઈચ્છા મુજબ પાર્થિવ દેહને ગઢડા ખાતે અંતિમ ક્રિયા માટે લવાયો હતો

ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિર અને મહેમદાવાદ એસ.જી.વી.પી સાથે ધરોબો ધરાવતા સાધુ સ્વામી ભકિત પ્રકાશદાસજીનો અક્ષરવાસ થતા તેમની ઈચ્છા મુજબ પાર્થિવ દેહને ગઢડા ખાતે અંતિમ ક્રિયા માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મંદિર ખાતે તેમના પાર્થિવ દેહના હરિભક્તોને દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ અંતિમ ક્રિયા દરમિયાન ગઢડા મંદિર થી ગઢડામાં આવેલ ઘેલા નદી ના કાંઠે ખાસ સ્વામિનારાયણ પંથ ના સાધુઓ માટેના અક્ષરધામ સુધી અંતિમ યાત્રા યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વામી ભકિત પ્રકાશદાસજી ગઢડા મંદિરના સંત બાદ વર્ષોથી મેમદાવાદ ગુરુકુળમાં રહેતા હતા. તેમની અંતિમ વિધિ ગઢડા ઘેલો નદિના કાઠે કરાય તેવી અંતિમ ઈચ્છા મુજબ ગઢડા ઘેલા કાંઠે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ અંતિયાત્રા માં મોટી સંખ્યા માં હરિભક્તો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...