તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:હત્યા કેસમાં સહ આરોપીને જામીનમુક્ત કરતી કોર્ટ

ગઢડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રહ્્લાદગઢની સીમમાંથી લાશ મળી હતી
  • હત્યાકેસમાં 2 સગીર સહિત 5 આરોપીની ધરપકડ કરાઇ હતી

પ્રહલાદગઢ ગામની સીમમાં રસ્તાના કાંઠે થોડા દિવસો પહેલા એક યુવકની લાશ મળી આવતા પ્રેમ પ્રકરણે હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બહાર આવ્યો હતો. આ અનુસંધાને મૃતક યુવકના ભાઇ સંજય ત્રિકમભાઈ ઝાપડીયાએ પોતાના મરણ જનારા ભાઈની હત્યા બાબતે ફરીયાદ નોંધાવી જણાવ્યું હતુ કે મારા ભાઈ લાલજીભાઇ ત્રીકમભાઇ ઝાપડીયા નવી બાઇક લઈને આગલે દિવસે ઘરેથી ચાલ્યા ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે એક ફોન આવતા ખબર મળેલ કે લાલજીભાઇ ત્રીકમભાઇની લાશ પ્રહલાદગઢ સીમના કુવામાંથી મળી આવી છે તેઓની હત્યા થઇ છે.

આ પ્રકરણે 2 સગીર અને 3 પુખ્ત મળી કુલ પાંચ આરોપીઓ હતા. જેમાં જિલ્લા જેલ ભાવનગર ખાતે રહેલા સાગર રવજીભાઇ ધરોળીયાએ તેમના વકીલ વિજયભાઇ કે. સોઢાતર તથા સુરેશભાઇ એન. પરમાર મારફતે બોટાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરતા સહ આરોપીની ફકત મોબાઈલ લોકેશન પૂરતી જ ભૂમિકા હોવા સહિતની દલીલ મુદ્દે કોર્ટે શરતોને આધીન જામીન મુક્તનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...