શહેરમાં નગરપાલિકામા ગેરવહીવટ થતો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ તરફથી નગરપાલિકા દ્વારા શહેરના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે લોકોને મળી રહે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી અને વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલીયા તથા કાર્યકરો દ્વારા એક દિવસ માટે નગરપાલિકા ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગઢડા શહેરમાં અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાનું તથા લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલા વાહનો ભંગાર હાલતમા હોવાનું, પવિત્ર ઘેલો નદીમાં ગટરના પાણી ભળી જવાના કારણે અપવિત્ર થઈ રહી હોય શુધ્ધિકરણ કરવા માટે, સમગ્ર નદીના પટમાં જલકુંભી જેવી ગીચ વનસ્પતિ ઉગી નિકળતા નદીની સફાઈ કરવા અને ઉંડી ઉતારવા તેમજ ઘેલો નદીમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સ્મશાન પણ ખંડેર હાલતમાં હોવાનું, લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ શાકમાર્કેટ બિન ઉપયોગી અને ધૂળ ખાતી હોવાનું, અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન તૂટેલી હાલતમાં હોવાનું તથા ગટરના ઢાંકણા પણ મુખ્ય રોડ ઉપર તૂટેલી હાલતમાં હોવાનું, કેટલાય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાનુ અને અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ નાખવાની જરૂરિયાત હોવાનુ ઉપરાંત અનેક વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ખરાબ હાલતમાં હોવા જેવી અનેક સમસ્યાથી ઘેરાયેલા શહેરમાં નગરપાલિકાના અણઘણ તંત્ર સામે કોંગ્રેસ તરફથી વિરોધ કરી તાત્કાલિક લોકોની જરૂરિયાત પૂરી પાડવા માંગણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.