આયોજન:ગઢડા(સ્વામીના) ખાતે 75 કલાક સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનું સમાપન

ગઢડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડતાલથી ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા

ગઢડા મુકામે ભારતદેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પવિત્ર શ્રાવણ માસ માં પટેલ સમાજની વાડી ખાતે વડતાલ સ્થિત આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજીમહારાજની આજ્ઞાથી ધર્મકૂળ પરિવારના સાનિધ્યમાં શ્રીગોપીનાથજી દેવ મંદિર ના પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા એસ.પી. સ્વામી અને સાથી સંતોના ના માર્ગદર્શન મુજબ બોટાદ રોડ સ્થિત પટેલ સમાજ વાડી ખાતે શ્રી ગોપીનાથજી મંડળ- ગઢપુર દ્વારા આયોજીત 75 કલાક સ્વામિનારાયણ મહામંત્ર ધુનનું ભાવ સભર સમાપન તા.4-8-22 ના રોજ સાંજે 6 કલાકે થયું હતું.

આ ધૂન માં ગઢપુર પ્રદેશના 350 ગામોના ભકતોએ દરરોજ ગઢપુર ધુનનો લાભ લેવા ઉપસ્થિત રહી નામ સ્મરણ સાથે રાસ રમતા ઝુમી ઉઠ્યા હતા. આસાથે આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ ની આજ્ઞાથી નવપલ્લવિત ધરા મહોત્સવ અંતર્ગત સુરેશભાઈ ગોધાણીના માર્ગદર્શન હેઠળ નગર પાલીકાના સહયોગ થી ફોરેસ્ટ વિભાગ ગઢડાના માધ્યમથી સંતોના હસ્તે 7 દિવસ સુધી અલગ-અલગ ગામથી પધારતા હરિભકતોને વૃક્ષ હશે તો જળ અને જીવન સલામત રહેશે તેવોવૃક્ષોનો મહિમા સમજાવી જતન કરવાની જવાબદારી સાથે 7500 રોપાનું વિતરણ કરી પર્યાવરણ ના જતનનુ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.

આ ધુનમાં ભજન સાથે ભોજનનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહાર ગામથી પધારતા ભકતો સહિત ગઢડા શહેરના 40,000 નાગરીકો માટે સમાજ મુજબ દરરોજ સાંજે ભોજન પ્રસાદનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગઢપુર નગર ના તમામ જ્ઞાતીના આગેવાનો સહિત દરેકે ભાગ લીધો હતો. આ આયોજનમાં રવિવારે વડતાલથી ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા જેમનું ભકતો અને નગર જનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં બાપુ દાદાખાચર અને બાપુ જીવાખાચર પરીવારના ભકતો અને દરેક સમાજ ના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...