ઉજવણી:ગઢડામંદિરમાં જલજીલણી મહોત્સવ ઉજવતા ફરિયાદ

ગઢડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામિના) મુકામે ગોપીનાથજી દેવ મંદિર ખાતે જલ જીલણી એકાદશીની ઉજવણી મુદ્દે જાહેરનામાં ભંગ મુદ્દે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. બોટાદ ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર ગઢડા મંદિર ખાતે એકાદશી નિમિત્તે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. આ કાર્યક્રમમાં બેજવાબદારી અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સહિતની બાબતો જોવા મળી હતી. આ બાબતે સંસ્થાના જવાબદાર લોકોના બેજવાબદાર વર્તન મુદ્દે સંચાલક તથા અન્ય સંતો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...