તપાસ:ગઢડાના ઢસા ગામે 28 લાખની કિંમતના મુદ્દામાલ સહિત રોકડની લૂંટ

ગઢડા(સ્વામીના)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંગડિયા કર્મીને લૂંટીને તસ્કરો ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

ગઢડા(સ્વામીના) તાલુકાના ઢસા ગામ ખાતે આવેલ આર.મહેન્દ્ર કુમાર આંગડિયા પેઢીના બાઈક સવાર કર્મચારીને વહેલી સવારે અજાણ્યા કાર ચાલકે આંતરીને રોકડ તથા મુદ્દામાલની લૂંટની ઘટનાથી ભારે ચકચાર ફેલાઈ જવા પામેલ છે.

આંગડિયા કર્મચારી અલગ અલગ જગ્યાના રોકડા રૂપિયા, હીરાની રફ તથા સોનાના દાગીના પાર્સલો જે ગારિયાધાર ડિલવરી કરવા માટે વહેલી સવારે આંગડિયા કર્મચારી હર્ષદ ઉમેશજી રાજપૂત બાઇક ઉપર લઇને નીકળ્યો હતો. ત્યારે ઢસા ગામથી ઢસા જંકશન રોડ ઉપર આવેલા જગદિશ્વર ધામ નજીક કારચાલકે બાઈકને ટક્કર મારી આંગડિયા કર્મચારી હર્ષદ ઉમેશજી રાજપૂતને નીચે પછાડી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ કારમાંથી ચાર અજાણ્યા ઈસમોએ નીચે ઉતરી આંગડિયા કર્મચારી પાસે રહેલા થેલાની લૂંટ કરીને કારમાં બેસીને નાસી છૂટયા હતા.

આ બાબતે ઢસા પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે ઢસા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારી ના જણાવ્યા મુજ્બ રફ હિરાના પાર્સલ-45 આશરે કિંમત રૂ. 11,07,000 તથા રોકડ રૂ.16,79,385 તેમજ સોનાનું પાર્સલ-1 કિંમત 24,790 મળી કુલ રૂ. 28,11,175 જેટલી રકમનો મુદ્દામાલ થેલામા હોય જે થેલો આરોપીઓ લઈને ફરાર થઇ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયું હતું. આ પ્રકરણે ઢસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. કે.કે સોલંકી સહિત સ્ટાફ દ્વારા સમગ્ર બાબતે જરૂરી તપાસ તજવીજ હાથ ધરી તસ્કરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...