કાર્યવાહી:ગઢડા(સ્વામીના) સગીરાના અપહરણના ગુનાના આરોપીને બોટાદ પોલીસે ઝડપ્યો

ગઢડા(સ્વામીના)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામીના) પોલીસ સ્ટેશનના ગત 15-4-2022ના રોજ નોંધાયેલા અપહરણના કેસમા 6 માસથી ફરાર આરોપીને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. ગઢડા પો.સ્ટે પોતાની સગીર વયની દિકરીને આરોપી સુરેશ ગોપાભાઇ મકવાણા (રહે.વાવડી તા.ગઢડાનો શખ્સ લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં કરી હતી.

જેથી પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન ભોગ બનનાર તથા આરોપી સુરેશ ગોપાભાઇ મકવાણાની સઘન શોધખોળ હાથ ધરતા બોટાદ સર્કલ પોલીસની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આરોપી તથા ભોગ બનનાર સુધી પહોંચી આરોપી તથા ભોગ બનનાર બંનેને પકડી પાડી બોટાદ પોલીસ ખાતે લાવી કાર્યવાહી કરવામાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...