અકસ્માત:રળીયાણા-ગુંદાળા વચ્ચે કાર અડફેટે બાઈકચાલકનું મોત

ગઢડા(સ્વામીના)15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકચાલક વાડીએ મજૂરોનું કહેવા જતો હતો ત્યારે બનેલો બનાવ

ગઢડા(સ્વામિના) તાલુકાના રળીયાણા - ગુંદાળા ગામ વચ્ચે એક બાઈક ચાલક ને અર્ટીગા કાર ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બાબતે મૃતક ના ભત્રીજા અશ્વિનભાઈ પરશોતમભાઈ ઓળકીયા રહે. ગુંદાળા વાળાએ ધોરણસરની પોલીસ ફરીયાદ માં જણાવ્યું હતું કે ફરીયાદી ના કાકા રમેશભાઇ કાનજીભાઇ ઓળકીયા સોમવાર સાંજે 5 વાગ્યે ગુંદાળા ગામેથી રણીયાળા ગામે વાડીના કામ સબબ મજુરીયા માણસોને મજુરી માટે કહેવા ગયા હતા. જે દરમિયાન તેઓ સાંજના આશરે 6 વાગ્યે રણીયાળા ગામેથી પોતાનુ બાઇક લઈને ગુંદાળા ગામે આવતા હતા.

તે દરમિયાન કારના ચાલકે રણીયાળા - ગુંદાળા ગામ વચ્ચે મારૂતી આશ્રમની નજીક પહોંચતા પુર ઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે માણસની જીદંગી જોખમાય તે રીતે કાર ચલાવી મારા કાકાના બાઈક સાથે પાછળથી ભટકાડી એકસીડન્ટ કરી કાકાનુ મોત નિપજાવી તથા વાહન ચાલક અને તેની સાથે બેસેલા માણસોને શરીરે નાની મોટી ઇજા કરી હતી. ફોરવ્હીલ કારના ચાલક વિરૂધ્ધ ધોરણસર કરવા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...