તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર!:લાખણકાના ભુરખિયા હનુમાનજી મંદિરે મુસ્લિમે માનતા પૂરી કરી

ગઢડા (સ્વામીના)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગઢડા ( સ્વામીના ) તાલુકાના લાખણકા (ગો) નજીક પુરાતન હનુમાનજી મંદિર આવેલું છે. વર્ષોથી ભુરખીયા હનુમાનજી મંદિર તરીકે સુપ્રસિદ્ધ આ જગ્યા ઉપર અનેક શ્રધ્ધાળુઓ દર્શન અને માનતા માટે આવતા હોય છે. આ મંદિરે હનુમાનજી માટે મુખ્ય મણીંદો (તેલના લાડુ) સહિતનો પ્રસાદ બનાવી લોકોને વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં આ હનુમાનજી મંદિર ખાતે મુસ્લિમ પરિવારના લોકો તરફથી પોતાની માનતા ઉતારવા પ્રસાદીના લાડુ માટે લોટ સહિતની સામગ્રી પૂરી પાડી હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ સાથે પ્રસાદ લેવામાં આવતા નાનકડા ગામમાં કોમી સંવાદીતતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ હાજીભાઇ દાઉદભાઇ ચૌહાણ દ્વારા લાખણકા નજીક આવેલા ચિત્રાવાવના રસ્તાનું તળાવ પાણીથી છલકાય જાય તે માટે ભુરખીયા હનુમાનજી મંદિરે માનતા કરી હતી. આ ચોમાસા દરમિયાન આ તળાવ પાણીથી છલકાઇ જતા પોતાની માનતા શ્રધ્ધા સાથે પૂરી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો