તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ત્રીજી લહેર પહેલા તૈયારી:ગઢડાના આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટનું આગમન

ગઢડા(સ્વામીના)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાને લઇને આગોતરુ આયોજન

ગઢડાના‌ સામાકાંઠા વિસ્તારમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પલાન્ટની મશીનરી આવતા ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર સહિતના આગેવાનોએ ઓક્સિજન પલાન્ટને આવકારી પૂજા અર્ચના કરી નિદર્શન કર્યું હતુ. કોવિડની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ ને લઈને તકેદારી ના ભાગરૂપે આ ઓક્સિજન પલાન્ટ ખુબજ સાર્થક નિવડશે તેમ ધારાસભ્ય આત્મારામ પરમારે જણાવ્યું હતું.

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને હોસ્પિટલો મા જગ્યાઓ મળતી ન હતી તેમજ ઓક્સિજનની બહુજ માંગ હતી. પરંતુ ઓક્સિજન ની અચાનક ઉભી થયેલી વ્યાપક માંગ ના કારણે સમયસર ઓક્સિજ નહી મળવાના કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાને છે પહોચી વળવા આ ઓક્સિજન પલાન્ટ સાર્થક નિવડશે તેમ ધારાસભ્ય આત્મારામ પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...