તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદનો અંત:ગઈકાલે આચાર્ય પક્ષના ચેરમેનની નિમણૂક થતાં વિવાદ થયો, આજે ફરી દેવપક્ષના હરીજીવન સ્વામી ચેરમેન બન્યા

ભાવનગર4 મહિનો પહેલા
  • ગઈકાલે મોડી સાંજે દેવપક્ષના ટ્રસ્ટીઓ મંદિર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગયા હતા
  • રમેશ ભગતને ચેરમેન પદેથી હટાવી ફરી હરીજીવન સ્વામીને ચેરમેન પદ સોંપાયું

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આજે દેવ પક્ષના હરીજીવન સ્વામીને ફરી ચેરમેન બનાવવામાં આવ્યાં છે. ગઈકાલે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગતને ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ વિવાદ થતાં આજે મંદિર ખાતે દેવપક્ષના ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ હતી. જેમાં બહુમતી સાથે હરીજીવન સ્વામીને ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે. હરિજીવન સ્વામીએ આક્ષેપ કરતા જણાવ્યું કે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલી નિમણૂકને ગેર બંધારણીય હતી. આચાર્ય પક્ષને ફક્તને ફક્ત મંદિરની તિજોરી ઉપર જ નજર છે અને સત્સંગ સમાજને ગેર માર્ગે દોરે છે.

હરીજીવન સ્વામીને ચેરમેન પદે યથાવત્ રાખવામાં આવ્યાં
મંદિરમાં આજે ચેરમેન પદે દેવ પક્ષને સત્તા મળી છે. ગઈકાલે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત દ્વારા પોતાના સભ્યો સાથે ચેરમેનની ઓફિસે પહોંચી પોતાના ત્રણ સભ્યો સાથે પોતાની બહુમતી હોય ચેરમેન તરીકે સત્તા સંભાળી લીધી હતી. તેમને જણાવ્યું હતું કે ચેરિટી કમિશનરની સૂચના મુજબ મિટિંગ બોલાવવની હોય છે. જે મીટિંગ અગાઉ બોલાવવામાં આવી ન હતી. 14 દિવસ બાદ મીટિંગ બોલાવવની હોય જે મિટિંગ બોલાવવામાં આવી ન હોવાથી ગઈકાલે આચર્ય પક્ષે સત્તા સંભાળી હતી. પરંતું ગઈકાલે મોડી સાંજના દેવપક્ષના ટ્રસ્ટીઓ મંદિર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગયા હતા અને રમેશ ભગતને ચેરમેન પદેથી હટાવવામાં આવ્યાં હતાં. આજે ફરી બેઠક મળી હતી અને સંપૂર્ણ બહુમતી સાથે દેવ પક્ષના હરીજીવન સ્વામીને ચેરમેન પદે યથાવત્ રાખવામાં આવ્યાં હતાં.

આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ
સમગ્ર મામલે આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીએ આક્ષેપ કર્યો છે કે ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની ગઈકાલે મળેલી બેઠકમાં દેવપક્ષના ચેરમેન હરીજીવન સ્વામીને દૂર કરવાની ઘટનાને લઈ ગઈકાલે સાંજે 8 વાગ્યે દેવપક્ષના ટ્રસ્ટીઓ અને Dysp નકુમ ઓફિસમાં પહોંચ્યા હતાં. તેઓએ આચાર્યપક્ષના ટ્રસ્ટીઓ સાથે અભદ્ર ભાષા પ્રયોગ કરી અને ગેરવર્તન કરી બહાર કાઢ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ Dyspની આ પ્રકારની ભૂમિકાને લઈને IG, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને તાત્કાલીક તપાસ કરવાની માંગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો