મુસાફરોમાં ભારે રોષ:ગઢડામાં ખોરવાતા બસના રૂટથી મુસાફરોને હેરાનગતિ

ગઢડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડા-ભૂજ બસ દોઢ કલાક મોડી ઉપડતા મુસાફરો ત્રાહિમામ થયા છે
  • લાંબા રૂટની અને મુસાફરોથી ભરાતી બસ ઉનાળાની ગરમીમાં1.5કલાક મોડી ઉપડતા મુસાફરોમાં ભારે રોષ

ગઢડા.એસ.ટી.તંત્રના અણઘણ વહિવટીના કારણે છાશવારે નિયમિત શિડયુલના રૂટની બસો રદ થવી અથવા નિર્ધારિત સમય કરતા ખૂબજ મોડી ઉપડવાની ઘટનાઓ અવાર નવાર બનતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ગઢડા એસ.ટી ડેપો ખાતે દરરોજ સવારે 8-30કલાકે ઉપડતી ગઢડા-ભુજ એસ.ટી બસ દોઢ કલાક મોડી ઉપડતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા. આ લાંબા રૂટની અને કાયમ મુસાફરોથી ખીચોખીચ ભરાતી બસ ખાસ કરીને ઉનાળાની ગરમીમાં દોઢ કલાક મોડી ઉપડતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. જયારે મુસાફરો દ્વારા એસ.ટી ડેપોના મેનેજરનો સંપર્ક કરતા ડેપો મેનેજરની ગેરહાજરી જોવા મળી હતી અને ટ્રાફિક કંટ્રોલરને પૂછતાં તેમણે જણાવેલ કે ડ્રાઈવરની તબિયત નાદુરસ્ત હોવાથી બીજા ડ્રાઈવરની રાહ જોવાના કારણે બસ મોડી થઈ છે.

અવાર નવાર એડવાન્સ આયોજનના અભાવે નિયમિત રૂટની બસો મોડી પડવાની ઘટનાઓ અવાર નવાર જોવા મળે છે. ત્યારે એસટીના જવાબદાર અધિકારીઓએ નિયમિત રીતે નિર્ધારિત સમય પહેલા જરૂરી લાગે તે રીપેરીંગ કરવા અને સ્ટાફની જરૂરી અછત દૂર કરી આવશ્યક સેવા સાથે સંકળાયેલા ગઢડા એસ.ટી. ડેપોનો વહિવટ સુધારી લોકોને નિયમિત ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે.અણઘણ વહિવટીના કારણે નિયમિત રૂટની બસો રદ થવી અથવા નિર્ધારિત સમય કરતા ખૂબજ મોડી ઉપડવાની ઘટનાઓ બનતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...