તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગઢડામાં ગેસલાઈન માટે ખાડા ખોદ્યા પછી પૂરવાનું વિસરી ગયા

ગઢડા(સ્વામીના)10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાની મોસમ માથે છે ત્યારે આ ખાડા કોઇનો જીવ લે તે પહેલા પુરી દેવા કોંગ્રેસની લેખિત રજૂઆત

ગઢડા(સ્વામિના) મુકામે શહેરી વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ ઉપર ના આર.સી.સી. રોડ ઉપર ખોદકામ કરી રાંધણ ગેસની પાઈપ લાઈન નાખવાની કામગીરી બાદ ખોદેલા ખાડા અધૂરા પૂરવામાં આવતા ખાડો ખોદે કોઈ અને પડે કોઈ એવી ઉલ્ટી કહેવત જેવો ઘાટ થવા પામેલ છે. આ બાબતે નગર પાલિકાના કોંગ્રેસ સદસ્ય અને પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ બોરીચા દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી માંગણી કરવામાં આવી છે કે ગઢડા શહેરી વિસ્તારમાં ઘરે ઘરે ગેસની લાઈન નાખવાનું કામ છ એક મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામ શરૂ થયા બાદ અંગત આર્થિક સ્વાર્થ ન સધાતા આ કામ માંડ પંદર દિવસ શરૂ રહ્યું હતું.

ત્યાં જ બંધ થયું હતું. છેલ્લા પાંચેક મહિના થી બંધ થઈ ગયેલું આ કામ‌ પછી આજ દિવસ સુધી શરૂ થયું નથી. જેના કારણે અડધા શહેર તેમજ ગઢડાની મેઈન બજારમાં ખાડા ખોદેલા જે એમ જ રહ્યા છે. આ ખાડાઓના કારણે પાણી ભરવા થી કાદવ-કિચડ તેમજ ગંદકી થવા લાગી છે. તેમજ રાહદારીઓ અને વાહન ચાલકો ગફલતથી અકસ્માત અને હાડકા તૂટે તેવી પરિસ્થિતિ અનુભવી રહ્યા છે. ગત વાવાજોડા માં થયેલા વરસાદના કારણે અને છેલ્લા વરસાદથી આ ખાડા પાણીથી ભરાય જવાના કારણે ગામના લોકો તેમજ વેપારી ઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આમ છતા જાહેર રસ્તાઓ ઉપર ના ખાડાઓ ભૂલવાનું તંત્ર ને સૂઝતું નથી. ત્યારે આગામી દિવસો મા વરસાદની ઋતુ આવી રહી છે અને લોકો હાડમારી વેઠી રહ્યા છે તેવા સંજોગોમાં આ નગરપાલિકા ના શાસકો તરફથી આ ખાડાઓ પુરવામાં નહી આવે તો વરસાદ ની ઋતુ માં વધારે ગંદકી અને મચ્છર તથા રોગચાળા ની કપરી પરિસ્થિતિ ઉભી થશે. ત્યારે તંત્ર તરફથી યુધ્ધ ના ધોરણે આ ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...