ગઢડા(સ્વામીના) મુકામે રહેતા એક યુવકને મેસેજ કરી વેબસાઈટમાં એકાઉન્ટ ખોલી જુદા જુદા 35 ટાસ્ક પૂરા કરી મોટી રકમ પરત આપવાની લાલચ આપી રૂપિયા 61 લાખ જેટલી માતબર રકમની છેતરપિંડી થવાની બાબત બહાર આવતા અજાણ્યા વ્યક્તિ સાથે લાલચમાં આવનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો બનવા પામ્યો છે.
ગઢડાના યુવકને ટેલીગ્રામ સોશિયલ મિડીયા એપ્લીકેશનમાં મેસેજ કરી લોભામણી જાહેરાત આપી વિશ્વાસમાં લઇ સીતાસીંઘ નામના આરોપીએ ફરીયાદીને Record Breakers નામના વ્હોટસએપ ગૃપમાં એડ કરી વિશ્વાસમાં લઇ અલગ અલગ ટાસ્ક પુરા કરી કમિશન મળવાના બહાને તા. 14-12-2022થી તા.29-12-2022 દરમિયાન ફરીયાદી પાસેથી અલગ અલગ દિવસે મળીને કુલ રૂપિયા 61,26,304 જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન કરાવી, છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ શૈલેષભાઇ અશોકભાઈ બલરે નોંધાવી હતી.
ફરીયાદમાં વિગતે જણાવ્યા મુજબ જાણવા મળતી વિગત અનુસાર ગત તા.09-12-2022ના બપોરના સવા 12 વાગ્યે ફરીયાદીના મોબાઈલમાં ટેલીગ્રામ એપ્લીકેશનમાં મેસેજ આવ્યો હતો. જેમાં પાર્ટ ટાઈમ નોકરીની જાહેરાત આવી હતી. તે મેસેજ મોકલનારનુ નામ પ્રિયા હતુ . જેથી મેસેજનો રીપ્લાય આપી પાર્ટ ટાઈમ નોકરી કરવાની વાત કરી હતી.
જે દરમિયાન સીતાસીંઘ નામની વ્યક્તિએ એક Record Breakers નામના વ્હોટસએપ ગૃપમાં એડ કરેલો અને તે ગૃપમાં કુલ -19 મેમ્બર હતા અને એક કસ્ટમર કે૨ નંબ૨ મળી કુલ 20 મોબાઇલ નંબર ગ્રુપમાં હતા. જેમાં સીતાસીંઘ નામની વ્યક્તિએ પોતાના મોબાઈલ નંબર ઉપરથી પર્સનલ મેસેજ કરી સમગ્ર પ્રક્રિયા સમજાવી કુલ રૂપિયા 61,26,304 જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન કરાવી, છેતરપિંડી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.