તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂની અદાવતમાં હત્યા?:ગઢડાના લીંબાળી ગામે રહેતા યુવકનું અપહરણ બીજા દિવસે સવારે મૃત હાલતમાં મળી આવ્યો

ગઢડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવકની લાશ મળતા પોલીસ તપાસ શરૂ કરાઇ. - Divya Bhaskar
યુવકની લાશ મળતા પોલીસ તપાસ શરૂ કરાઇ.
  • 4 વર્ષ અગાઉ કરેલા પ્રેમલગ્નની અદાવત રાખી યુવકને ઢોર માર મારી બોલેરોમાં અપહરણ કરી લઇ જવાયો હતો
  • ઇતરિયાથી લીંબોળી જતા સમયે આરોપીઓ રસ્તામાં લાકડીઓ સાથે ઊભા હતા

ગઢડા (સ્વામિના) તાલુકાના લીંબાળી ગામે રહેતા એક યુવકનુ અપહરણ થયાની ફરીયાદ બાદ બીજા દિવસે સવારે વાવડી ગામ પાસેથી યુવક મૃત હાલતમાં મળી આવતા માર મારેલી હાલતમાં મળી આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી ગઢડા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

સાડા છ વાગ્યે વાડીએ જવા નીકળ્યા હતા
ગઇકાલે રવિવારના રોજ અશોકભાઇ રાયાભાઈ સાંકળીયા (ઉ.વ 23 ધંધો ખેતી રહે.ઈતરીયા)એ આ કામના આરોપીઓ માવજી વાઘાભાઇ ઝાંપડીયા, વિજય ખોડાભાઈ ઝાંપડીયા, સુભાષ લાલાભાઈ ઝાંપડીયા અને એક અજાણ્યો માણસ (તમામ રહે નાની કુંડળ તા.બાબરા જી.અમરેલી) સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરીયાદમાં જણાવેલી હકીકત મુજબ ગત તારીખ 5-9-2021 ના રોજ સાંજના સાડા છ વાગ્યે ફરીયાદી અશોકભાઈ ઘરેથી નીકળી પોતાની વાડીએ જવા નીકળ્યા હતા તે વખતે રસ્તામાં તેમના કુટુંબી મામાના દિકરા તથા મિત્ર જયસુખભાઇ વાલજીભાઇ ભાલીયા (રહે . મુળ ગામ નાની કુંડળ ગામ તા.બાબરા) મળ્યો હતો. જે હાલ લીંબાળી ગામે રહે છે. તેણે મને ઉભો રાખી કહ્યું કે મને લીંબાળી ગામે મુકી જા. જેથી મે જયસુખને મારા બાઇક પર બેસાડી ઈતરીયાથી લીંબાળી ગામે મુકવા માટે નીકળ્યો હતો.

હાથમાં લાકડી લઈને માણસો રોડ પર ઊભા હતા
આ દરમિયાન બાઇક હું ચલાવતો હતો તે વખતે સાંજના પોણા સાતેક વાગ્યે ઈતરીયાથી એકાદ કિલોમીટર લીંબાળી બાજુ રોડ ઉપર પહોંચેલ તે વખતે રોડ સાઈડમાં એક બોલેરો ગાડી ઉભી હતી. તેમજ માવજીભાઈ વાઘાભાઇ ઝાંપડીયા તથા વિજયભાઇ ખોડાભાઇ ઝાંપડીયા પોતાના હાથમાં લાકડી લઇને રોડ ઉપર ઉભા હતા. તેઓએ મને ચાલ બાઇકે લાકડીઓ મારવા જતા મે બાઇકને એકદમ બ્રેક મારતા મારી બાઇક બાજુમાં ખાળીયામાં જતી રહી હતી અને હું તથા જયસુખ બન્ને ખાળીયામાં પડી ગયા હતા.

લોકો ગાડીમાં બેસાડીને જયસુખને લઈ ગયાઃ ફરિયાદી
તેવામાં આ બન્ને જણા લાકડીઓ વડે જયસુખને આડેધડ માર મારવા લાગ્યા હતા. હું ઉભો થવા જતા બોલેરો ગાડીમાંથી સુભાષભાઇ લાલાભાઈ ઝાંપડીયા તથા અન્ય એક અજાણ્યો માણસ હાથમાં લાકડીઓ લઇને ગાળો બોલતા બોલતા મને મારવા આવતા હતા. જેથી હું ડરી ગયેલો અને બાજુમાં કોઇ વાડી આવેલી હોય ત્યાં દોડીને જતો રહ્યો હતો. આ લોકો એ મને બુમો પાડી ગાળો આપી પાછો બોલાવ્યો પરંતુ હું તેઓ પાસે ગયો નહીં એટલે આ લોકો જયસુખને લાકડીઓ વડે માર મારી ઢસડીને તેની બોલેરો ગાડીમાં બેસાડી ત્યાંથી ભાગી ગયા હતા.

4 વર્ષ પહેલાં જયસુખે પ્રેમલગ્ન કર્યા હતા
ત્યાર બાદ હું દોડતો દોડતો અમારા ગામના એક જાણીતાની વાડીએ પહોંચી તેના ફોનમાંથી મારા કાકા ના દિકરાને ફોન કરી બનાવની વાત કરતા થોડીવાર પછી તેઓ તથા ગામના બીજા માણસો બનાવ સ્થળે આવી ગયા હતા. પરંતુ આ દરમિયાન ભોગ બનનાર જયસુખનું અપહરણ કરીને બોલેરો ગાડીમાં લઈ ગયા હતા. આ બનાવ પાછળનું કારણ આજથી ચારેક વર્ષ પહેલા નાની કુંડળ ગામના ખોડાભાઇ ઝાંપડીયાની દીકરી શિતલબેન સાથે જયસુખે પ્રેમલગ્ન કર્યા હતા. જેની દાઝ રાખી આ કામના આરોપીઓએ લાકડીઓ વડે જયસુખને શરીરે આડેધડ માર મારી ફરીયાદીને ગાળો આપી જયસુખભાઇનું બોલેરો ગાડીમાં અપહરણ કરી લઇ જઇ ગુનો કર્યા બાબતની હકીકત પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે વાવડી ગામ પાસેથી અપહૃત યુવકની લાશ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...