તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતએ મોત:સાળંગપુર દર્શન કરી અમદાવાદ પરત ફરતા શાહ પરિવારની કારને અકસ્માત, મહિલાનું મોત

બોટાદ, ધંધુકાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અકસ્માતમાં બંને કારનો ભુક્કો બોલાઇ ગયો હતો. અકસ્માતમાં 3ને ઇજા થઇ હતી. - Divya Bhaskar
અકસ્માતમાં બંને કારનો ભુક્કો બોલાઇ ગયો હતો. અકસ્માતમાં 3ને ઇજા થઇ હતી.
 • ધંધુકા-બરવાળા હાઇવે પર આવેલા ખેતીવાડી ફાર્મ પાસે શનિવારે વહેલી સવારનો બનાવ

બરવાળા ધંધુકા હાઇવે ઉપર ધંધુકા ખેતીવાડી પાસે વહેલી સવારના બે કાર સામ સામે ટકરાતા એક કારમાં સવાર એક મહિલાનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અમદાવાદનો શાહ પરિવાર સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધંધુકા બરવાળા હાઇવે ઉપર ધંધુકાથી 3 કિ.મી ના અંતરે આવેલા ખેતીવાડી ફાર્મ પાસે શનિવારે વહેલી સવારના 5.45 કલાકે બરવાળા તરફથી આવતી એક કાર અને ધંધુકા તરફથી બરવાળા જતી અન્ય કાર સામસામે ભટકાતા એક કારમાં સવાર અમદાવાદના શાહ પરિવારના મનીષાબેન ધનેશભાઇ શાહ (ઉ.વર્ષ.52)નુ મોત નિપજ્યુ હતુ.

જ્યારે અન્ય ઘનેશભાઇ મનુભાઇ શાહ (ઉ.વર્ષ 55), રૂષભભાઇ ઘનેશભાઇ શાહ (ઉ.વર્ષ. 28) અને સ્મીતભાઇ ધનેશભાઇ શાહ (ઉ.વર્ષ. 21 તમામ રહે. અમદાવાદ)ને ઇજાઓ થતા ધંધુકા અને ફેદરા બન્ને 108 ના ડ્રાયવર હરેશભાઇ જીણીયા, અનિરૂધ્ધસિંહ વાળા અને ઇ.એમ.ટી. ધર્મેન્દ્ર પરમાર તમેજ અશોક જમોડ દ્વારા ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંગે દિવ્યાંગ વસંતભાઇ ઠક્કર રહે.અમદાવાદે કારના ચાલક વિરૂધ્ધ ધંધુકા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવતા આગળની તપાસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ચલાવી રહ્યા છે.

આ અકસ્માતમા બરવાળા તરફથી આવતી અલ્ટો કાર રોંગ સાઇડમા આવી સામેથી આવતી ટાટા ટીયાગો કાર સાથે ધડાકાભેર સામસામે અકસ્માત સર્જાતા બન્ને ગાડીના આગળના ભાગ કચ્ચરધાણ વળી વયો હતો. ધંધુકા બરવાળા રોડ ઉપર ધંધુકાથી તગડી ગામ 11 કિ.મી સુધીમા હાઇવે ઉપર આવતા તમામ નાળાઓ રોડના લેવલથી ઉપર હોવાથી મોટી કડો પડેલી છે.

જેના લીધે આ તમામ નાળા ઉપર વાહનો આવતા મોટી કડોના લીધે પછડાય છે જેનો અજાણ્યા વાહન ચાલકોને ખ્યાલ ન હોવાથી આ રોડ ઉપર વારંવાર અકસ્માતો સર્જાય છે. જે અંગે તંત્રને વારંવાર રજુઆત કરવા છતા તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરવામા આવતુ નથી જેના લીધે જાણે કે તંત્ર મોટા અકસ્માતની રાહ જોઇને બેઠુ છે ? કે પછી કોઇ મુર્હુતની રાહ જોઇ રહ્યુ છે તેમ વાહન ચાલકોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો