તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આચાર્ય પક્ષના 2 સંતોનો સન્માન કાર્યક્રમ યોજી ગઢડામાં આવકારાશે

ગઢડા(સ્વામીના)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઢડા મંદિરના આચાર્ય પક્ષના 2 સાધુ સામેના તડીપાર હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે
  • 2 સાધુને 6 જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપાર કરવાનો આદેશ કરાયો હતો

ગઢડા (સ્વામિના) ગોપીનાથજી દેવ મંદિરના આચાર્ય પક્ષના 2 સાધુઓને તડીપાર કરવાના હુકમનો મુદ્દો હાઈકોર્ટમાં પડકારતા આ તડીપાર હુકમને હાઈકોર્ટે સ્ટે કરતા આચાર્ય પક્ષના સમર્થકોમાં આનંદ છે. ગોપીનાથજી દેવ મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષના વિવાદમાં સરકારી તંત્ર દ્વારા આચાર્ય પક્ષ સામે ષડયંત્રો રચી સત્તાનો દુરૂપયોગ કરી પરેશાન કરવામાં આવતા હોવાનાં આક્ષેપો ઘણા સમયથી ઉઠી રહ્યા છે. તેમજ આ આક્ષેપોને પૂરવાર કરવા માટે પૂરતાં સક્ષમ કેટલાક સી.સી.ટી‌.વી. ફૂટેજ પણ અગાઉ જાહેર વાઇરલ થતાં ભારે ચકચાર મચી હતી.

આચાર્ય પક્ષના 2 સાધુઓ પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામવલલભદાસજી તથા પૂર્વ બોર્ડ સલાહકાર એસ.પી. સ્વામી સામે કેટલાક પોલીસ કેસ બાબતે તહોમતનામું ઘડી તડીપાર માટે નોટિસ ઇસ્યુ કરી મુદતના અંતે બન્ને સાધુઓને 2 વર્ષ માટે અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ એમ 6 જીલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ તરફથી કરી નાખવામાં આવતા સ્થાનિક પોલિસ દ્વારા આ હુકમની બજવણી કરવામાં આવી હતી. તેમજ આ હુકમ સામે જુદા જુદા સમાજ તથા નગરપાલિકા અને વેપારી મંડળ સહિત અસંખ્ય લોકોએ વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવી સાધુઓ સામેના ખોટા આરોપ પરત ખેંચવા માંગણી કરવામાં આવી હતી.

સાધુઓ તરફથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન બાદ મંગળવારે સિંગલ જજ પરેશ ઉપાધ્યાય ની બેચમાં આ તડીપાર હુકમને સ્ટે કરતો હુકમ કરવામાં આવ્યો હતો અને આ કામમાં જોડાયેલા ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ અને સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ તથા ગઢડા પી.એસ.આઈ‌.ને નોટીસ પાઠવી આગામી 22 તારીખે વધારે કોર્ટ કાર્યવાહી યોજવામાં આવશે.

બંને સંતો તા.16 જુન ના રોજ ગઢડા મંદિરે દર્શન કરવા આવનાર હોવાનું તેમજ આ દરમિયાન શહેરના અનેકવિધ સંગઠનો તથા લોકો દ્વારા નગરપાલિકા પાસે જાહેરમાં સંતોનો સન્માન કાર્યક્રમ યોજી માનભેર ગઢડા આગમનને આવકારવા આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...