તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગઢડા(સ્વામિના) માર્કેટયાર્ડની ચૂંટણીમાં 96.38 ટકા મતદાન, પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી યોજાશે

ગઢડા (સ્વામીના)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગઢડા (સ્વામિના) માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ની ચૂંટણી તા.4 ડિસેમ્બરના શુક્રવારના રોજ યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે ભાજપના જ બે જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ત્યારે સવારથી જ મતદારોએ ઉત્સાહ પૂર્વક લાંબી લાઇન લગાડી મતદાન કર્યું હતું. ચૂંટણીને લઈ કોવિડ19ની ગાઈડલાઈન ના અમલ સાથે ચૂસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ માર્કેટિંગ યાર્ડની મુદ્દત પુરી થતા ચૂંટણી દરમિયાન કુલ 16 બેઠકો આવેલી છે જેમાં ખેડૂત વિભાગમાં કુલ 968 મતદારો ને મત આપવાનો અધિકાર છે. જેમા મતદાન યોજાતા 933 મતદારોએ મતદાન કરતા 96.38 ટકા મતદાન થવા પામેલ છે. જ્યારે સહકાર વિભાગની 2 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો કિરીટભાઈ હૂંબલની પેનલના ઉમેદવારો તરફી બિનહરીફ થયેલા છે. આ ઉપરાંત ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવતા જંગ જામ્યો હતો.

આ ચૂંટણીના અંતે આવતીકાલે તા.5 ડિસેમ્બરે મતગણતરી યોજવામાં આવશે. આ ચૂંટણીમાં મતદાન સંદર્ભે કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ મત દેવા આવતા મતદારોને ફરિજિયાત માસ્ક સેનેટાઈઝેશન, થર્મલ ગનથી ચેક કરી મતદાન દેવા માટે સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરી એન્ટ્રી આપવામાં આવી હતી. ત્યારે મતદારો પણ વહેલી સવારથી ઉત્સાહ પૂર્વક લાંબી લાઈનો કરી મતદાન કરવા પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે 1 ડીવાયએસપી, 2 પીઆઇ 3 પીએસઆઇ 68 કોન્સ્ટેબલ 12 હોમગાર્ડ અને 14 જીઆરડી મળી કુલ 101 પોલીસ કર્મચારીઓ ખડે પગે તૈનાત કરી ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો