તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:ગઢડા યાર્ડની ચૂંટણીમાં 96% મતદાન : આજે મતગણતરી

ગઢડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં જામેલો જંગ

ગઢડા માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે ભાજપના જ બે જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે સવારથી જ મતદારોએ ઉત્સાહ પૂર્વક લાંબી લાઇન લગાડી મતદાન કર્યું હતું. ચૂંટણીને લઈ કોવિડ 19ની ગાઈડલાઈનના અમલ સાથે ચૂસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ માર્કેટિંગ યાર્ડની મુદ્દત પુરી થતા ચૂંટણી દરમિયાન કુલ 16 બેઠકો આવેલી છે જેમાં ખેડૂત વિભાગમાં કુલ 968 મતદારોને મત આપવાનો અધિકાર છે. જેમા મતદાન યોજાતા 933 મતદારોએ મતદાન કરતા 96.38 ટકા મતદાન થવા પામેલ છે. જ્યારે સહકાર વિભાગની 2 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો કિરીટભાઈ હૂંબલની પેનલ ઉમેદવારો બિનહરીફ થયેલ છે. આ ઉપરાંત ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવતા જંગ જામ્યો હતો. આ ચૂંટણી ના અંતે આવતી કાલે તા.5 ડિસેમ્બરે મતગણતરી યોજવામાં આવશે. આ ચૂંટણીમાં મતદાન સંદર્ભે કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ મત દેવા આવતા મતદારોને ફરજિયાત માસ્ક સેનેટાઈઝેશન,થર્મલગનથી ચેક કરી મતદાન દેવા માટે સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ ની જાળવણી કરી એન્ટ્રી આપવામાં આવી હતી.આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક ડીવાયએસપી, બે પીઆઇ ત્રણ પીએસઆઇ 68 કોન્સ્ટેબલ 12 હોમગાર્ડ અને 14 જીઆરડી મળી કુલ 101 પોલીસ કર્મચારીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો