લોકડાઉન 4:ભીમડાદ અને લીંબાળી ગામેથી 16 જુગારી પકડાયા, કુલ રૂ. 1 લાખ 96 હજારની મત્તા જપ્ત

ગઢડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા ( સ્વામિના)થી 18 કી.મી. દૂર આવેલા લીંબાળી ગામે દે.પૂ. વાસમાં વાવડી આઉટ પોસ્ટ વિસ્તારમાંથી વલ્લભ સાથળીયા, મનુભાઇ ધાધલ, મુકેશ સાથળીયા, જેન્તી ઝાંપડીયા, મશરૂભાઇ સાંથળીયા, પ્રવિણ સાંથળીયા વિગેરે મળીને જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલિસે સ્થળ ઉપર પહોંચીને રોકડ રકમ 2540ના મુદ્દામાલ સાથે 6 શખ્સો વિરૂધ્ધ પો.કો. કરશનભાઇ વશરામભાઇ અણીયાળાની ફરીયાદ મુજબ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

તેમજ ગઢડા તાલુકાના ભીમડાદ ગામે અજય ખાચર, ભાયલાલ પરમાર, નવઘણ પરમાર, મુકેશ શિયાળ, અશોક બારૈયા, વિનુભાઇ મજેઠીયા, અરવિંદ સોરઠીચા, લાલા રતડીયા, લાભુ મઢવી તથા કલ્પેશ કટેસીયા તથા નાસી જનાર રાજેશ ઉર્ફે રાજભા ધીરૂભાઇ પરમાર વિગેરે મળીને આરોપી નં . ૧ ના ઘરે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી એલ.સી.બી.શાખાના પો.કો. બળદેવસિંહ લીંબોલાની ફરીયાદ મુજબ રોકડ રકમ રૂપિયા 42,630 તથા મોબાઇલ ફોન 10 કિંમત રૂપિયા 43,500 અને બાઈક 2 કિંમત રૂ. 1 લાખ 10 હજાર મળીને કુલ રૂ. 1 લાખ 96 હજારની મત્તા સાથે પકડી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 

તેમજ ગઢડા ( સ્વામીના )  મુકામે રહેતા મૂળ છોટા ઉદેપુરના કનૈયાકુમાર સોલંકી પોલિસ સ્ટેશન સામે કેફી પીણુ પીધેલ હાલતમાં મળી આવતા ગઢડા પોલિસના અનાર્મ એ.એસ.આઇ. વી.એસ.વસાવેની ફરીયાદ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

અન્ય સમાચારો પણ છે...