તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બેલા ગામના બે યુવકોને દારૂ સાથે ઝડપી લેવાયા

બરવાળા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બરવાળા પોલીસે 20 હજારનો મુદ્દામાલ ઝડપ્યો

બરવાળા તાલુકાના બેલા ગામના બે યુવકનો બરવાળા પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી ખાંભડા રોડ ઉપરથી ભારતીય બનાવટના ઇન્લીસ દારૂ સાથે ઝડપી રૂ. 20,600 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ બરવાળા પોલીસ સ્ટાફના માણસો રાજદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, એસ.પી.ગઢવી તા.6/12/20 નાં રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે બરવાળા તાલુકાના ખાંભડા ગામેં જાવાના રસ્તા ઉપર વોચ ગોઠવાતા સાંજે 6.00 કલાકે મોટર સાઈકલ નં. જી.જે.1, એન.એસ.45 ઉપર બે ઈસમો નીકળતા પોલીસે મોટરસાઈકલ ઉભું રખાવી ચેકિંગ કરતા ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂની બોટલ નં-2 કી.રૂ. 600 નો દારૂ મળી આવ્યો હતો.

પોલીસે બંને આરોપીને ઝડપી એક મોટરસાઈકલ કી.રૂ. 20,૦૦૦ અને દારૂની બોટલ નંગ-2 કી.રૂ. 600 મળી કુલ રૂ.20,600 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી બંને આરોપી જયસુખ ઉર્ફે ભીમજીભાઈ માખણા અને ભોપા બચુભાઈ ભોયણીયા વિરૂદ્ધ બરવાળા પોલીસે પ્રોહી.એકટ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બરવાળા તાલુકામાં દારૂની હેરાફેરી વધતા પોલીસ સક્રિય બની છે. જેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો