દાદાગીરી:જમીનના ભાગ બાબતે સગાભાઈની ભાઈને ધમકી, બરવાળાના સાગંરપુર ગામનો બનાવ

બરવાળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે બે સગાભાઈ વચ્ચે જમીનના ભાગ બાબતે મન દુઃખ રાખી સગાભાઈએ જ સગાભાઈને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળા તાલુકાના સાળંગપુર ગામે રહેતા લાલજીભાઈ નારયણભાઈ પાવસિયા ઉ.વ.72ને સાળંગપુર ગામની સીમમાં 71 વિધા જમીન આવેલી છે. જેમાંથી ચાચરીયાનાં માર્ગે આવેલી જમીનમાં તલનું વાવેતર કર્યું હતું પરંતુ તલ બળી જતા તેનું સર્વે કરવા માટે અધિકારીઓ આવતા લાલજીભાઈ તેમની વાડીએ તલ સર્વે કરાવવા માટે અધિકારીને લઇ જતા વાડીના દરવાજા પાસે લાલજીભાઈનાં બે ભાઈઓ અમરશીભાઈ નારયણભાઈ અને ગોવિંદભાઈ નારાયણભાઈ પાવસિયા ઉભા હતા અને સર્વે કારવાળા અધિકારીને કયું હતું કે આ ખેતર વિવાદ વાળું છે તમે જતા રહો ત્યારબાદ લાલજીભાઈએ તેમના ભાઈને સર્વે કરવાની નાં પાડવાનું પુછાતા અમરશીભાઈ અને ગોવિંદભાઈએ લાલજીભાઈને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા લાલજીભાઈએ બરવાળા પોલીસ સ્ટેશનમાં અમરશીભાઈ અને ગોવિંદભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બરવાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...