તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીને પરત લેવા માગણી, દલિત સમાજે આવેદન આપી માગ કરી

બરવાળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દલિત તેમજ મુસ્લિમ સમાજનાં કર્મચારીઓને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવતા કિર્તીભાઈ ચાવડા,મનજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન મંત્રી નાથાભાઈ મકવાણા, ડુંગરભાઇ સોલંકી, મુકેશભાઈ કોરડીયા, રતિલાલભાઈ ચૌહાણ, મુકેશભાઈ બારીયા સહીતનાં દલિત સમાજનાં આગેવાનો દ્વારા અશોક યાદવ(રેન્જ આઈ.જી. ભાવનગર)ને આવેદનપત્ર પાઠવી સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી ફરજ ઉપર હાજર કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ જો આ અંગેનો નિર્ણય ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

દલિત સમાજના આગેવાન કિર્તિભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દલિત તેમજ મુસ્લિમ સમાજનાં પોલીસ કર્મીઓને પોલીસ અધિક્ષક બોટાદ દ્વારા ફરજ મોકુક કરવામાં આવેલ છે જેઓને દિન-૭માં ફરજ ઉપર પરત લેવામાં નહિ આવે તો ડી.એસ.પી.ઓફિસ બોટાદ સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો