માગણી:નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા રજૂઆત

બરવાળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકાના નાવડા ગામે બનાવવામાં આવેલા આરોગ્ય કેન્દ્રને શરૂ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. બરવાળા તાલુકાના નાવડા ગામે બનાવવામા આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેનુ સંપુર્ણ કામ પુર્ણ થઇ ગયું છે. તેમ  છતા આજ સુધી લોકોના ઉપયોગ માટે ખોલવામાં આવ્યું નથી. જેથી નાવડા ગામના લોકોને આરોગ્ય લક્ષી કામ અન્ય આરોગ્ય કેન્દ્ર ખાતે ધક્કા ખાવા પડે છે. માટે નાવડા ગામના લોકોને ગામમાં જ આરોગ્ય લક્ષી સેવા મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર શક્તિસિંહ ભાડલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...