જળબંબાકાર:બરવાળામાં અઢી કલાકમાં અનરાધાર 3 ઈંચ વરસાદ, ખેડૂતોનો પાક બળી જતા ચિંતા પ્રસરી

બરવાળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર અને તાલુકામા મેઘરાજા બારેમેઘ ખાંગા કરી અનરાધાર વરસાદ વરસતા અઢી કલાકમાં 76 એમ.એમ.વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બરવાળામાં તા.29/8/20નાં રોજ બપોર બાદ મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા હતા જે ધીરે ધીરે સાંજ પડતા પડતા રુદ્ર સ્વરૂપ ધારણ કરતા અઢી કલાકમાં 76 એમ.એમ.વરસાદ નોંધાયો હતો જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઇ ગયું હતું તાલુકાના ગામોમાં નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાય જતા ગામો બેટમા ફેરવાયા હતા. બરવાળા તાલુકામાં સતત વરસાદ ચાલુ રહેવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહેતા હોવાથી પાક સંપૂર્ણ બળી ગયો છે માટે ખેડૂતોને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...