તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:બોટાદના તબીબોનો આયુર્વેદિક સર્જરીની મંજૂરી સામે વિરોધ

બરવાળા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તા. 11એ તબીબો કામકાજથી અળગા રહેશે

આયુર્વેદિક ડોક્ટરોને શસ્ત્રક્રિયાની મંજૂરીના વિરોધમાં બોટાદ આઇએમએ સાથે જોડાયેલા તબીબો આજરોજ વિરોધમાં દેખાવ કરશે. તેમજ 11 તારીખે શહેરના અલગ-અલગ તબીબો ઇમર્જન્સી અને કોવિડ સિવાયની રૂટીન કામગીરીથી અળગા રહી વિરોધ વ્યક્ત કરવાના છે.બોટાદ બ્રાંચ ના પ્રમુખ - ડોકટર રાજેશ શાહ અને સેક્રેટરી - ડોકટર અનિલ કાકડીયાએ જણાવ્યુ હતુ કે સીસી આઈ એમના ગેજેટ્સ ના જાહેરનામા મુજબ આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા એમડી ડોક્ટરો 58 જેટલી શસ્ત્રક્રિયાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે .તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જની સાથે આંખ, કાન,નાક, ગળું અને દાંતની પણ સર્જરી કરી શકશે. તે માટે મોર્ડન મેડિસિન શાખાના તબીબો નારાજ થયા છે. તેને લઇ બોટાદ આઇ.એમ.એ સખત શબ્દોમાં વખોડી નાખે છે.

તેમજ વધુમાં જણાવ્યું હતું કે સીસીઆઈ એમ ના જાહેરનામા નો વિરોધ કરવા બોટાદ બ્રાંચ ના સભ્યો આજે બપોરે 12 થી 2 દરમ્યાન દેખાવો કરશે. તેમજ આગામી 11મી ડિસેમ્બરના રોજ શહેરના અલગ-અલગ તબીબો હોસ્પિટલ અને નર્સિંગ હોમ સવારે 6.00 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન પોતાના રૂટિંગ કાર્યોથી દૂર રહેશે .અને માત્ર ઇમરજન્સી અને કોવિડની સેવા ચાલુ રાખશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો