તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સેવા:બરવાળા પોલીસ સ્ટેશનમાં કોરોના વાયરસનાં ઉકાળાનું વિતરણ

બરવાળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકમાં આવતા અરજદારોને અપાતો લાભ

બરવાળા પોલીસ સ્ટેશન ખાતે કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે પોલીસ દ્વારા ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવી રહ્યો છે. બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ,હોમગાર્ડ,જી.આર.ડી., ટી.આર.બી જવાનો તેમજ પોલીસ મથકમાં આવતા અરજદારોને કોરોના વાયરસ સામે રક્ષણ આપતો ઉકાળાનું વિતરણ કરી પીવડાવવામાં આવી રહ્યો છે.

દિન-પ્રતિદિન કોરોના વાયરસનાં કેસોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે બરવાળા પોલીસ મથકનાં આર.કે.પ્રજાપતિ પી.એસ.આઈ.,બરવાળા દ્વારા પોલીસ સ્ટાફનાં સ્વાસ્થ્યની ચિંતા કરી,કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા હેતુસર ઉકાળા પોલીસ મથકમાં જાતે બનાવી ઉકાળો પીવડાવવામાં આવી રહ્યો છે જેમાં પોલીસ સ્ટાફનાં કર્મીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો