તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:કલાવૃદના કલાકારોને અનલોક-4માં રાહત આપવા માગણી, બરવાળામાં પ્રાંત અધિકારીને આવેદન

બરવાળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અનલોક-4 માં કલાકારો, સંગીતકારો, મંડપ, વિડીયોગ્રાફીને લગતા ધંધાને કોઈ પણ રાહત ન મળતા બરવાળા શ્રી સરસ્વતી કલાવૃંદ સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કર્યુ હોવાથી છેલ્લા છ મહિનાથી કલાકારો, સંગીતકારો, સાઉન્ડ, મંડપ, વિડીયોગ્રાફી અને અન્ય ધંધા પર માઠી અસર પડી છે અને કેન્દ્ર સરકારે એક પછી એક ચાર અનલોકની જાહેરાત કરી પરંતુ આ ધંધાવાળાઓને કોઈપણ પ્રકારની રાહત મળી નથી.

બરવાળા શહેર અને તાલુકા શ્રી સરસ્વતી કલાવૃંદ સંગઠનના પ્રમુખ ધીરુભાઈ બારોટ, ઘનશ્યામભાઈ બારોટ તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બરવાળા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અનલોક -4મા રોજીરોટી મળી રહે તે માટે અમારા વ્યવસાયને લગતી છૂટછાટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો