તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બરવાળામાં પ્લોટ મુદ્દે બોલાચાલી થતા સામસામે ફરિયાદ નોંધાઈ, ગાળો બોલવાની ના પાડતા છરી વળે હુમલો કર્યો

બરવાળા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બરવાળામાં કોળી સમાજની વાડી પાસે રહેતા સુરેશભાઈ રઘાભાઈ સોલંકી અને તેમના ઘરની બાજુમાં રહેતા રાજુભાઈ દ્વારા પ્લોટ બાબતે બોલાચાલી થતા એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપતા બરવાળા પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાઈ છે.

બરવાળામાં કોળી સમાજની વાડી પાસે રહેતા સુરેશભાઈ રઘાભાઈ ઉપર 11 નવેમ્બરે સાંજે 7 વાગ્યે તેમના પરિવાર સાથે તેઓ ઘરે હતા તે દરમિયાન તેમના ઘરની બાજુમાં રહેતા રાજુભાઈ ચતુરભાઈ યાદવ અને તેમની પત્ની રેખાબેન રાજુભાઈ યાદવ સુરેશભાઈનાં ઘરની પાછળથી સુરેશભાઈને પ્લોટ બાબતે ગાળો આપતા હતા ત્યારે સુરેશભાઈએ ગાળો આપવાની ના પડતા રાજુભાઈ ચતુરભાઈએ છરી વડે સુરેશભાઈ ઘા કરતા સુરેશભાઈને ગંભીર ઈજા પહોચી હતી. અને આ બનાવ અંગે આરતીબેન સુરેશભાઈ સોલંકીએ બરવાળા પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ચતુરભાઈ યાદવ, રાહુલભાઈ રાજુભાઈ યાદવ, રેખાબેન વા/ઓ રાજુભાઈ યાદવ અને સંજયભાઈ ઉર્ફે પદો તમામ (રહે.બરવાળા)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સામે રેખાબેન, રાજુભાઈ ચતુરભાઈ યાદવ બરવાળા વાળાએ રાજુભાઈ રઘાભાઈ સોલંકી અને રાજુભાઈની પત્ની વિરૂદ્ધ ઢીકા પાટુમારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવતા તપાસ બરવાળા પી.એસ.આઈ. આર.કે.પ્રજાપતિ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો