વિકાસ નહીં તો ગ્રામસભા નહીં:રાણપુરના ખસ ગામની ગ્રામસભામાં તલાટી સિવાય અન્ય અધિકારી ઉપસ્થિત ન રહેતાં રોષ

બરવાળા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાદવ અને કીચડ થતા ગામજનોની હાલત કફોડી બની ગઈ છે. - Divya Bhaskar
કાદવ અને કીચડ થતા ગામજનોની હાલત કફોડી બની ગઈ છે.
  • વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

રાણપુર તાલુકાના ખસ ગામે ગ્રામજનોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનાં મુદ્દે તા. 02/10/21 નાં રોજ યોજાયેલ ગ્રામસભાનો ગામજનો દ્વારા વિરોધ કરી સુત્રોચાર કરવામાં આવ્યો હતો. રાણપુર તાલુકાના 7000ની વસ્તી ધરાવતા ખસ ગામમાં રોડ, રસ્તા, પાણી, ગટર. લાઈટ, એસ.ટી. અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનો દ્વારા શનિવારના રોજ ગામની એસ.એ.મોરી કુમાર શાળા ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગ્રામસભામાં માત્ર તલાટી એક જ ઉપસ્થિત રહેતા અન્ય કોઈ અધિકારીઓ હાજર ન રહેતા આ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગામસભાનો વિરોધ કરી ગામમાં પ્રથામિક સુવિધા મળતી ન હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા ગામજનોએ આ ગામસભાનો વિરોધ કર્યો હતો.

અને ગામમાં ગંદકી કાચા રસ્તાઓ, નિયમિત લાઈટ ન મળતી હોવાની અને આ ગામમાં એકપણ એસ.ટી.ની બસ આવતી ન હોવા જેવી પ્રાથમિક સુવિધા ન મળતા આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇપણ સમસ્યા હલ ન થતા આજ રોજ યોજાનાર ગામસભામાં આ અંગે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવાની હતી પરંતુ તલાટી શિવાય કોઈ અધિકારી આ ગ્રામસભામાં ઉપસ્થિત ન રહેતા આ ગામસભાનો વિરોધ અમે સૌ ગામજનોએ વિરોધ કર્યો હતો તેમ ગામજનોએ જણાવ્યું હતું.

વરસાદના લીધે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે
અમારા ગામમાં દિવસમાં માત્ર બે થી ત્રણ કલાજ જ વિજળી આપવામાં આવે છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તેમજ અમારા ગામને એસ.ટી.ની પુરતી સુવિધા મળતી હતી પરંતુ તંત્ર દ્વારા હાલમાં તમામ બસો બંધ કરી દેવામાં આવી છે જે શરૂ કરવા વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી એકપણ બસ શરૂ કરવામાં આવી નથી. > કેશુભાઈ લીંબોલા, ખેડૂત અગ્રણી ખસ ગામ

એસટી જેવી સુવિધાનો પણ અભાવ છે
અમારા ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, લાઈટ, આરોગ્ય, એસ.ટી અને વરસાદી પાણીનાં નિકાલની ન મળતા આજરોજ યોજાયેલ ગામસભામાં તલાટી સિવાય અન્ય કોઈ અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા તેનો વિરોધ કરી આ ગામસભાનો વિરોધ કર્યો હતો. > સનાભાઈ બી. પરમાર, સરપંચ ખસ ગ્રામપંચાયત.

પ્રાથમિક જરૂરિયાત ન સંતોષાતાં વિરોધ
ગામમાં વિકાસના કામો થયા છે નહીં તે અંગે હું અજાણ છું. પરંતુ ખસ ગામના લોકોની પ્રાથમિક જરૂરિયાત ન સંતોષાતા ગામજનોએ ગાંધીજયંતીનાં દિવસે યોજેલી ગામસભાનો વિરોધ કર્યો હતો. આગામી સમયમાં લોકોની જરૂરિયાત પુરી થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. > એમ.જી. રાણા, ઇન્ચાર્જ તલાટી મંત્રી ખસ ગામ

રોગચાળો ફાટી નીકળવાનો ભય છે
અમારા ગામમાં રોડ રસ્તાના અભાવે ઠેરઠેર પાણી ભરાયા છે જેના લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. માટે તંત્ર દ્વારા રોડ રસ્તા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેમજ નર્મદાની કેનાલમાં સાયફંડ મૂકી અમારા ગામનું તળાવ ભરવામાં આવે તેવી વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી પરિણામ શૂન્ય રહ્યું છે. > બળવંતસિંહ હેમુભા દાયમા, રાજકીય અગ્રણી ખસ ગામ

ખસના ગામજનોને આટલી પ્રાથમિક સુવિધા મ‌ળતી નથી

  • ખસ ગામની વસ્તી 7000 ની હોવા છતાં ગામમાં નિયમિત તલાટી મંત્રી નથી હાલમાં તલાટી ચાર્જમાં છે.
  • ગામમાં દિવસમાં માત્ર બે થી ત્રણ કલાક જી.ઇ.બી. તંત્ર દ્વારા લાઈટ આપવામાં આવે છે અને જ્યારે કચેરીમાં ફોન કરવામાં આવે ત્યારે કોઈ ફોન ઉપાડતા નથી. ગામમાં ઠેરઠેર ગંદા પાણીનાં ખાબોચિયા ભરેલા છે, શેરીઓમાં રોડ રસ્તા નથી તેથી ગામમાં માંદગીનાં ખાટ્લા રહે છે.
  • આ ગામના લોકોને એસ.ટી. બસ ની સુવિધા બિલકુલ નથી, પહેલા બસ ચાલતી હતી પરંતુ તંત્ર દ્વારા બધી જ બસો બંધ કરી દેવામાં આવી છે.
  • આરોગ્ય માટે પી.એસ.સી. કેદ્ર બનાવવામાં આવ્યું છે પરંતુ તે સમયસર ખુલતું નથી જેથી ગામના લોકોને આરોગ્યની સુવિધા પુરતી મળતી નથી.
  • ગામમાં દલિતવાસમાં કાયમ માટે વરસાદી પાણી ઘુસીજતા હોય છે જેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી.
  • ગામ પાસેથી નર્મદાની કેનાલ નીકળી છે પરંતુ તે રીપેરીંગનાં બહાના હેઠળ ઘણા સમયથી બંધ છે તેમજ આ કેનાલથી ગામનું તળાવ આસાનીથી ભરાય શકે તેમ છે. પરંતુ તંત્ર દ્વારા સાયફંડ મુકવામાં આવતું નથી.
અન્ય સમાચારો પણ છે...