વિવાદ:બરવાળા ઝઝુબા હાઈસ્કૂલના શિક્ષકની કાર પર 4 અજાણ્યા શખ્સોનો હુમલો

બરવાળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 બાઇક પર ડબલ સવારી આવેલા શખ્સોનું કારસ્તાન, 2ને ઇજા

બરવાળા તાલુકાના પોલારપુર ગામે રહેતા અને ઝઝુબા હાઇસ્કુ્લ બરવાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અનુ.જાતિની ફોર વ્હીલ ગાડી ઉપર અલગ-અલગ બે મોટરસાયકલ સવાર અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં આ શિક્ષક સહિત બે વ્યક્તિઓને ઇજા થતાં બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળા તાલુકાના પોલારપુર ગામે રહેતા અનેઝઝુબા હાઇસ્કુ્લ બરવાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અનુ.જાતિના કિર્તીભાઈ દાનાભાઈ ચાવડા (ઉ.વ. 40)એ ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા- 5 નવેમ્બર 2020ના રોજ કિર્તીભાઈ દાનાભાઈ ચાવડા અને તેની સાથે પ્રવીણભાઈ પોતાની ફોર વ્હીલ કાર લઈને માલણપુર ગામેથી મીટીંગ પતાવી પરત આવતા હતા તે દરમિયાન વહીયા ગામથી આગળ બરવાળા રોડ સામેથી બરવાળા તરફથી બે ડબલ સવારી બાઇક પર આવ્યા હતા.

જેમાં એક બાઇક બાજુમાંથી પસાર થઈ ગઈ હતી. તરત જ બીજું ડબલ સવારી બાઇક પસાર થતા તેના દ્વારા ફરિયાદી કિર્તીભાઈ ચાવડાની ગાડી ઉપર આ અજાણ્યા માણસોએ પથ્થર, પાઇપ, લાકડી જેવા સાધનથી ગાડી ઉપર આગળના ભાગે કાચ ઉપર ડ્રાઇવર ઉપર ઘા મારતા ગાડીના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધેલો અને ગાડી ઝાડ સાથે અથડાઈ જઇ ફરિયાદી કિર્તીભાઈ ચાવડાને માથાના પાછળના ભાગે ગરદનમાં મુંઢ ઇજા પહોચાડી હતી. જ્યારે પ્રવીણભાઈને છાતીના ભાગે મુંઢ ઇજા થયેલી તેમજ ગાડીને નુકસાન કર્યુ હતું. જેથી કિર્તીભાઈ ચાવડા એ આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસૅ ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...