તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:બરવાળા પોલીસ સ્ટેશનના ASI સહિત 2 કર્મી સસ્પેન્ડ, ફરજમાં બેદરકારી રાખતા પગલું લેવાતા બેડામાં ચકચાર

બરવાળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને હેડ કોન્સ્ટેબલને ફરજ પ્રત્યેની બેદરકારી બદલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ સસ્પેન્ડ કરવાના બનાવને લઈ લોકોમાં અરાજકતા સાથે ઉગ્ર રોષ પ્રસરી ગયો હતો. આગામી દિવસોમાં બરવાળા તાલુકાનાં લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ બનાવ અંગે મળતી માહિતિ મુજબ બરવાળા પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ અન્ય ગુનાના કામે પોલીસ દ્વારા તા.12/9/20નાં રોજ 17 જેટલા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા 17 જેટલા આરોપીઓને એક સાથે લોકઅપમાં રાખી શકાય તેમ ન હોવાથી આરોપીઓને અલગ-અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. જે અંગેનો અજાણ્યા ઇસમ દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવતા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ફરજ પ્રત્યેની બેદરકારી બદલ બે પોલીસ કર્મચારીઓ જેમાં એ.એસ.આઈ.યાસ્મીન જગરેલા તેમજ હેડ કોન્સ્ટેબલ મુકેશ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

જયારે આ બનાવને લઇ બરવાળાનાં લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી રજુઆતો કરવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલની કોરોના વાયરસની વૈશ્વિક કોરોના વાયરસની મહામારીનાં કારણે એકસાથે 17 જેટલા આરોપીઓને રાખી શકાય નહિ તેવી ગાઈડલાઈન હોવાથી પોલીસ દ્વારા આરોપીઓને અલગ-અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા જેનો વીડીઓ વાયરલ થતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બંને પોલીસ કર્મચારીઓને તા.14/9/20 નાં રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો