કોરોના વાઇરસ:બરવાળાનાં ચોકડી ગામે બોમ્બેથી આવેલા 2ને કોરોના પોઝિટિવ

બરવાળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોમ્બેની ઈંગ્લિસ મિડિયમ સ્કૂલની મહિલા શિક્ષક અને તેમના પતિને કોરોના

બરવાળા તાલુકાના ચોકડી ગામે બોમ્બેમાં ઈંગ્લિસ મીડીયમ સ્કૂલમાં નોકરી કરતી ૫૬ વર્ષની મહિલા શિક્ષકનો અને તેના ૫૪ વર્ષના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આગતા આરોગ્ય તંત્ર, પોલીસ તેમજ વહીવટી તંત્ર ચોકડી ગામે દોડી જઈ પોઝીટીવ દર્દીને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી ચોકડી ગામને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બોમ્બે અંધેરીમાં જોબેશ્વરી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ફરજ મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ અને પુત્ર સાથે બરવાળા તાલુકાના ચોકડી ગામે આવ્યા હતા. હોમકોરોન્ટાઈન દરમિયાન તા. ૨૬-૫-૨૦નાં રોજ મહિલા શિક્ષકને કોરોનાના લક્ષણ હોવાથી ભીમનાથ આરોગ્ય કેન્દ્ર ખાતે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને ભાનવગર સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ મહિલાના પતિ અલીહેદરભાઈ બાબાસાહેબ સૈયાદનો રિપોર્ટ તા. ૨૭/૫/૨૦૨૦ના રોજ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે કરાવતા તેઓનો પણ રિપોર્ટ પોઝીટીવ આવતા મહિલાના પતિને પણ ભાનવગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

વહીવટીતંત્રએ કોવીડ- 19 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યો
બરવાળા તાલુકાના ચોકડી ગામતળમાં સમાવિષ્ટ બોઘરા શેરી વિસ્તારમાં આવેલ બાપુની બેઠકવાળી જગ્યાએથી દક્ષિણ દિશામાં ભરતભાઈ સવજીભાઈ બોઘરાના ડેલા સુધીના વિસ્તારને કોવીડ- 19 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજકન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારની 7 કિ.મી.ની ત્રિજયામાં આવેલ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારનો એક માત્ર એન્ટ્રી POINT તથા એક્ઝિટ POINT તરીકે બાપુની બેઠકવાળી જગ્યા પાસે રહેશે,  આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ દ્વારા 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે, તથા IEC કરવાનું પણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...