તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રએ આળસ ખંખેરી:ગાગોદરથી સાંય સુધીના સાડા ત્રણ કિલોમીટર માર્ગનું કામ આખરે શરૂ

ગાગોદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિસ્માર માર્ગના અહેવાલ પ્રકાશિત થતા તંત્રએ આળસ ખંખેરી
  • રૂા.1.20 કરોડ ફાળવાયા: આજુબાજુના ગ્રામ્યજનો માટે રાહતરૂપ

રાપર તાલુકાના ગાગોદરથી સાંય માર્ગ પર મસમોટા ખાડાના કારણે સર્જાતા અકસ્માતોના અહેવાલ ભાસ્કરમાં આવ્યા બાદ અાખરે માર્ગ અને મકાન વિભાગે રોડનું કામ શરૂ કર્યું છે. જેના પગલે આ વિસ્તારના લોકોને રાહત થઇ છે. ગાગોદરથી સાંય, કિડીયાનગર માર્ગ પર એકથી બે ફુટના ખાડાઅોના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા. અહીં અકસ્માતો પણ થવા લાગ્યા હતા. ખાસ કરીને વરસાદમાં અહીં વાહન લઇને પસાર થવુ ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. આ અંગે સમાચારો અાવ્યા બાદ તંત્રઅે અાળસ ખંખેરી છે. હાલ સાડા ત્રણ કિમીના માર્ગની વહીવટી મંજૂરી મળી ગઇ હોવાનું ભચાઉ આરએન્ડબી વિભાગના ઇજનેર રણછોડ આહિરે જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે ગાગોદરથી સાંય સુધીના માર્ગ માટે 1.20 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...