તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મંડલ હોદ્દેદારોની વરણી બાદ રાપર ભાજપમાં વ્યાપક અસંતોષ

રાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના જ એક આગેવાને પોતાની કારકિર્દી માટે પત્તુ ખેલ્યું હોવાની ચર્ચા

કોરોનાના કહેર વચ્ચે અબડાસા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાનાર છે. તેવામાં ભાજપે તાજેતરમાં નવા મંડલ હોદેદારની જાહેરાત કરી છે. જેમાં કેટલીક જગ્યાએ હોદાઓને લઇને અન્ય સભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રાપરમાં બિન જરૂરી હોદ્દાઓ અપાતા ખુદ કાર્યકર્તાઓમાં વ્યાપક પણે અસંતોષની લાગણી ફેલાઇ છે.

જેના નામો ચર્ચામાં હતાં તે ગાયબ થયાં અને કોઇએ કલ્પના ન કરી હોય તેવા નામો યાદીમાં આવી ગયા !
જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં મંડળના હોદેદારો વરાયા હતાં. જેમાં રાપર તાલુકા ભાજપ અને શહેર ભાજપના હોદેદારોની પણ વરની કરાઈ હતી, પણ તેમાં નીતિ નિયમ જળવાયા ન હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. પક્ષ દ્વારા આડેધડ વરણી કરાઇ હોવાની ચર્ચા થઇ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે ખુદ જેને નવા હોદેદારો બનાવ્યાં છે તેમાં પણ અસંતોષ વ્યાપ્યો છે ! સુત્રો એવું જણાવી રહ્યાં છે કે આગામી દિવસોમાં કેટલાંક હોદેદારોના રાજીનામા પણ પડી શકે છે. તો કેટલાંક કાર્યકર્તા ઓ તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે જેનું નામ ચર્ચામાં ન હતું તેમને છેલ્લીઘડીએ હોદ્દાઓ અપાઈ ગયા હતાં. તો કેટલાક નામો નક્કી હતા તેઓનુ પત્તુ છેલ્લે કપાઇ ગયું હતું. કેટલાક કાર્યકર્તાઓને સાઈડ લાઈન કરાયાં છે, તો કેટલાક આગેવાનો એવા છે કે તેઓ જિલ્લાની ટીમના દાવેદાર હતા તેઓને પણ સામાન્ય હોદ્દાઓ આપી દેવાતા પક્ષમાંની અંદર ખટરાગ જોવાં મળ્યો છે. કેટલાક સભ્યો તો પાર્ટીની બેઠકની રાહ જોઈ રહ્યાં છે. આમ રાપર તાલુકા અને શહેર ભાજપમાં હાલ વ્યાપકપણે અસંતોષ જોવા મળી રહ્યું છે. સુત્રોના કહેવા પ્રમાણે એક જિલ્લા મંત્રીએ સમગ્ર ગોઠવણી કરીને પોતાનું ધાર્યું કર્યું હોવાની પણ ચર્ચા છે. આમ નજીકના દિવસોમાં જ નવા વરાયેલા હોદેદારોના આગામી દિવસોમાં રાજીનામા ધરે છે કે પક્ષના શિસ્તના નામે મામલો શાંત પાડી દેવાય છે તે જોવાનું રહેશે.

કેટલીક જ્ઞાતિઓને સ્થાન ન મળ્યું
સૂત્રોના જણાવ્યાં મુજબ જે નામો રાપર તાલુકા અને શહેર ભાજપ દ્વ્રારા મુકાયા હતા તેમાં કેટલાય નામો જાણી જોઈને બાકાત કરી દેવાયા હતાં. ખાસ કરીને કેટલીક જ્ઞાતિઓના આગેવાનોને પણ સ્થાન આપવામાં આવ્યું નથી.

અફવા છે, કોઇ રાજીનામુ નહીં આપે : જિલ્લા ભાજપ પ્રમુખ
આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પક્ષમાં કોઈ નારાજગી નથી અને કોઈ રાજીનામુ આપવાનું નથી. અ અંગે બધીય અફવાઓ છે જે રચના કરી છે તે બરાબર જ છે.

કેટલાકને બેથી વધુ હોદ્દાઓ અપાઇ ગયા : તાલુકા ભાજપ પ્રમુખ
તો રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાએ જણાવ્યું હતું કે અમે અહીંથી 50ની યાદી મૂકી હતી, પણ જિલ્લા ભાજપે કોઈ ચર્ચા કે સંકલન ના કરવાના કારણે કેટલાંક હોદેદારોને બે થી વધુ હોદ્દાઓ અપાઈ ગયાં છે. જેના કારણે કેટલાક સમાજના આગેવાનો રહી ગયા છે. એટલે આગામી સમયમાં સંકલન કરીને યોગ્ય નિકાલ કરશું, નારાજગી કોઈ નથી.

વધુ જવાબદારી આવી ગઇ હોય તે રાજીનામુ આપી શકે : શહેર ભાજપ પ્રમુખ
તો રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે અમારા શહેર ભાજપમાં કોઈ નારાજગી નથી. બાકી બબ્બે હોદ્દાઓ આવી ગયાં હોય અને વધુ જવાબદારી લાગતી હોય એ કદાચ રાજીનામાં આપી શકે, પણ હજી સુધી મારા ધ્યાનમાં આવી કોઈ બાબત આવી નથી.

અન્ય સમાચારો પણ છે...