તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વાગડમાં નર્મદા કેનાલમાં ભાંગફોડને સાંખી નહીં લેવાય

રાપર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપરમા પોલીસે નર્મદા નિગમના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજી

રાપરના 39 ગામથી પસાર થઈ રહેલી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમા પાણી આપવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જો વરસાદ ન થાય તો ખેતીવાડી અને પીવાના પાણીની જરૂરિયાત ઉભી થશે તે અન્વયે તાલુકામા ખેડૂતો અને નર્મદા નિગમના અધિકારીઓ વચ્ચે સંઘર્ષ ન થાય તે હેતુસર રાપર ખાતે પોલીસ દ્વારા સંકલન બેઠક યોજાઇ હતી જેમાં કેનાલમાં ભાંગફોડ કરાશે તો સાંખી નહીં લેવાય તેમ જણાવાયું હતું. ભાંગફોડિયા તત્વો દ્વારા કેનાલ કે સમ્પ પર ભાંગફોડ ન થાય તે માટે રજુઆત કરવામાં આવી હતી.

બોર્ડર રેન્જ આઈજી જે. આર. મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી. એન. ઝીંઝુવાડિયા પીએસઆઇ જી. જી. જાડેજા નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઈજનેર ડી. એમ પટેલ. અધિક મદદનીશ ઇજનેર એમ. આર. પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, હરીભાઈ રાઠોડ, બબાભાઈ આહિર, સામજી આહિર, રણછોડ આહિર, કાંયાભાઈ આહિર, મોકુભા જાડેજા, ભરત સોંલકી, બળદેવ ગામોટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...