સરહદી કચ્છમાં દાખલ થવા માટે માત્ર બે જ રસ્તા છે જેમા ગેરકાયદેસર સૂરજબારી ચેકપોસ્ટ અને આડેસર ચેકપોસ્ટ જે કાયદેસર બંધ કરી પણ અંદર ખાને બન્ને ચેકપોસ્ટ કમાવવાની લાલચે ચાલુ રહી છે. જેમા બતાવવા પૂરતી ક્યારેક ક્યારેક મહિના માં એક બે ટ્રક ઝડપી ને સ્થાનિક પોલીસ પોતાની નોકરી અને રોજીરોટી મજબૂત કરતી હોય છે.
તો આડેસર ચેકપોસ્ટ ઉપર જીઆરડી જવાનો સાથે બીજા કેટલાંક સ્થાનિક તોડબાજો પણ ડંડા લઈ ને ઉભા હોય છેં જે અનેક સવાલો ખડા કરે છે, પણ છેલ્લા કેટલાંક મહિનાઓથી સ્થાનિક સેલ અને પૂર્વ કચ્છની મહત્વની બ્રાન્ચમાં જુના જોગીઓ ગોઠવાઈ જતાં અને ચેક પોસ્ટો ઉપર વિજિલન્સની ઘણી વાર નજર પડતાં હવે થોડાક મહિનાઓથી પ્રાંથળ વિસ્તાર દારૂ કટિંગ માટે હોટ ફેવરિટ બન્યો હોય તેમઃ આસાનીથી ખુલ્લેઆમ મોવાણા થી આડેસર સુધીના રણ માર્ગે અને સાંતલપુર વોવા રણમાં રાજસ્થાનથી ગાડીઓ ભરી ભરીને પૂર્વ અને પશ્ચિમ કચ્છ સુધી ઠલવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ રણ વિસ્તાર અતિ સંવેદનશીલ સરહદથી નજીક છે ત્યારે આવી પ્રવૃતિઓ ખતરાની ઘંટી સમાન છે. આ બાબતે બાલાસર પીએસઆઈ આર ડી ગઢવી રજા માં હોવાના કારણે સંપર્ક થઈ શક્યો નહોતો તો ઇન્ચાર્જ ખડીર પીએસઆઈ એમ.બી. ઝાલા એ આ દારૂ કટિંગ બાબતે પોતે હાલ ચાર્જ હોઈ તપાસ કરાવું તેવું કહ્યું હતું.
ખનિજ ચોરીમાં રસ હોઇ વિદેશી દારુના ધંધાર્થીઓ સામે ઉદારતા કે ઉદાસીનતા
દારૂની સફળ ખેપમાં તો કાયદાના રક્ષકો સાથે સીધી મીલીભગત હોવાનું પણ આધારભૂત સૈત્રોમાંથી જાણવા મળ્યું છે તો બહારની પોલીસ આવે તો પણ સ્થાનિક પોલીસને બાતમી મળી જતી હોવાનું પણ બહાર આવ્યું હતું.સ્થાનિક પોલીસને તો માત્ર ગેરકાયદેસર રોજની ત્રણસો ઉપર નીકળતી માટીની ગાડીઓ અને સરકારી જમીનોમાં ધમધમતી ખાણોમાં જ રસ હોઈ વિદેશી દારૂ માટે મોટી ઉદારતા બતાવાઇ રહી છે કે ઉદાસીનતા એ તપાસનો વિષય છે. પ્રાંથળના રણમાં અઠવાડિયામાં નિયમિત બે થી ત્રણ ગાડીઓ દારૂની કટિંગ ખુલ્લેઆમ થવા છતાંય એક પણ પેટી કે બોટલ ના પકડાય તે બહુ આંચકા સમાન જાણકારો કહી રહ્યા છે તો કેટલાંક વહીવટદારો તો દારૂ કટિંગ થતી વખતે પેટ્રોલિંગ કરતા હોય છેં જે ભચાઉ સુધી સેફ નાની મોટી ગાડી પહોંચાડી દે છે.
અફાટ રણની સાથે માત્ર બે જ પોલીસ મથક સંભાળવા પડે આવા ધંધાર્થીઓને
આ પ્રાંથળ વિસ્તારમાં માત્ર બે પોલીસ સ્ટેશન જ સંભાળવાના હોઈ અને કોઈજાતનો ટ્રાફિક કે કોલાહલ કે પછી કોઈજાત ની બીક જ નહીં આસાનીથી અફાટ રણમાં રાત્રીના ભાગે દારૂ કટિંગ થઈ શકે તે માટે છૂટ અપાઈ હોવાનું સુત્રો કહી રહ્યા છે, તો દારૂ કટિંગ રણમાં અલગ અલગ જગ્યાએ ચારે બાજુ ફોર વહી્લર ગાડી માં ફોલ્ડરીયા નજર રાખતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.