તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:ભુજમાં ભત્રીજા બાદ અમદાવાદમાં કાકાનું મોત

રાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાપરના લોહાણા સમાજમાં શોક સાથે ભય

રાપરમાં કોરોનાના કાળા કહેરે રાપરના લોહાણા પરિવારને વેરવિખેર કરી નાખ્યો, જેમાં સૌપ્રથમ રામાણી પરિવારના જુવાન વયના ભત્રીજા પુષ્પેન્દ્ર રામાણીના અવસાન બાદ હવે મૃતકના કાકા કીર્તિભાઈ કાંતિલાલ રામાણીનું પણ સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર લોહાણા સમાજમાં સન્નાટો છવાઈ ગયો છે.

વેપારીના પિતા, કાકાને પણ ચેપગ્રસ્ત થયા
પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના અયોધ્યાપુરીની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા કીર્તિભાઈ કાન્તિલાલ રામાણીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દસેક દિવસની ટૂંકી સારવાર બાદ નિધન થયું છે. તેઓ હતભાગી પુષ્પેન્દ્ર રામાણીના ક્લોઝ કોન્ટેક્ટથી પિતા રમેશભાઈ અને કાકા કીર્તિભાઈ કોરોનાગ્રસ્ત બન્યાં હતા. 40 વર્ષિય પુષ્પેન્દ્ર રમેશભાઈ રામાણીનો ગત 14મી જૂલાઈનાં રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પુષ્પેન્દ્રએ 23મી જૂલાઈના રોજ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

પરિવારમાં બે મોત થતા સમગ્ર લોહાણા સમાજમાં ગમગીની વ્યાપી
તમાકુ અને ચાના જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા રામાણી પરિવારમાં એક પખવાડિયાની અંદર બીજા એક મોત સાથે વિધિએ વ્રજઘાત કરતાં સમગ્ર લોહાણા સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. રમેશભાઈ પણ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમ પરિવારમાં બે મોત થતા સમગ્ર લોહાણા સમાજમાં ગમગીની વ્યાપી હતી. રાપરમાં ફરી આજે રેપીડ ટેસ્ટમાં એક પોઝીટીવ કેસ નોંધાયો હતો, જેમાં રાપરમાં લોખંડના વેપારી અને પદ્માભાવ કોમ્પ્લેક્સમાં રહેતા મણિલાલ હભુભાઈ રાઠોડ કોરોનાગ્રસ્ત બન્યાં છે. મૂળ સુવઈના વતની મણિલાલે રાપર સીએચસી ખાતે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો છે. તેમને વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...