તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેવાસામાં સિંચાઇના પાણી માટે બે જુથે સામસામી બંદૂક તાકી

આડેસર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ મુદ્દે આડેસર પોલીસ મથકે ત્રણ ફરિયાદ નોંધાઇ
  • બે જુથના 17 વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
  • સવારે થોરિયારી બાદ મેવાસામાં બબાલ થઇ

રાપર તાલુકાના મેવાસા ગામ ખાતે સિંચાઇના પાણી માટે બે જુથ સામ સામે આવી ગયા હતા અને બન્ને જુથે બંદૂક તાકી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો આ જ મુદ્દે ગામના સિંચાઇ મંડળીના પ્રમુખે પણ મોબાઇલ ઉપર વારંવાર મારી નાખવાની ધમકી અપાઇ હોવાની ફરિયાદ નોંધાવતાં એક જ મુદ્દે ત્રણ ફરિયાદો નોંધાઇ છે.નવા મેવાસા ખાતે રહેતા 60 વર્ષીય ખેતમજૂર વજુભાઇ દેવાભાઇ આલ (રબારી) ગામની સીમમાં આવેલા ધનજી ખેતા શાંઢાના ખેતરમાં કામ કરે છે. ખેતરની બાજુમાં મેવાસા સિંચાઇ ડેમ આવેલો છે અને બીજી બાજુ રાપરના પ્રવિણ કરશન ભૂતનું ખેતર આવેલું છે.

ફરિયાદી ખેતરમાં વાવણી કરેલા જીરાના પાક માટે ડેમમાંથી સિંચાઇનું પાણી લેતા હોઇ તે પ્રવીણને ગમતું ન હોઇ ગત સવારે તેઓ જ્યારે ખેતર પર હતા ત્યારે સ્કોર્પીયો ગાડીમાંથી પ્રવિણ કરશન ભૂત બંદૂક લઇને ઉતર્યો હતો અને તેના જોડે આવેલા મહેશ કરશન ભુત, ભવાન નારાણ કોલી, રાયધણ તેજા કોલી અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો લાકડી ધારીયા જેવા પ્રાણઘાતક હથિયાર સાથે ઉતર્યા હતા . પ્રવિણ ભૂતે મારી નાખવાના ઇરાદે હાથમાં રહેલી બંદૂક 60 વર્ષીય ખેતમજૂર વજુભાઇની છાતી ઉપર રાખી તમે લોકો અહીંથી ચાલ્યા જાવ નહિંતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.

તો મેવાસા ગામની પિયત મંડળીના પ્રમુખ પબાભાઇ વેલાભાઇ રબારીએ પણ પ્રવિણ કરશન ભૂત, કનુ નારાણ કોલી, વિક્રમ રાયધણ કોલી, રમેશ દાના કોલી અને માવજી દાના કોલી વિરૂધ્ધ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, પ્રવિણ કરશન ભૂતે ફોન કરીને તેમને પોતાના ખેતરમાં પિયત માટે પાણી આપવાનું કહેતાં તેમણે સરકારી નિયમો મુજબ પાણી મળશે તેવું કહેતાં આ તમામ આરોપીઓએ ફોન ઉપર વારંવાર ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તો સામે પક્ષે માવજી દાના કોલીએ એવી ફરિયાદ નોંધાવી છે કે સિંચાઇના પાણી મુદ્દે ખેતા મોઘા ભરવાડ, કરમશી રાજા ભરવાડ, દેવા વીરમા ભરવાડ, પાંચા વીરમા ભરવાડ અને વીરા મોઘા ભરવાડ તેમજ ગાગોદરના અજાણ્યા ઇસમે બબાલ કરી હતી જેમાં ખેતા મેઘા ભરવાડે ઉંધી બંદૂક માથામાં અને પાછળના ભાગે મારી નાખવાના ઇરાદે ઇજા પહોંચાડી હતી આડેસર પોલીસે ત્રણે ફરિયાદોના આધારે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાગડ પંથકમાં હથિયારબંધીમાં પણ ખુલ્લેઆમ ઘાતક હથિયાર નિકળે છે
વાગડ પંથકમાં સામાન્ય વાતોમાં ઘાતક હથિયાર વડે હુમલા થયા હોવાની અનેક ઘટનાઓ બની છે, થોડા સમય પહેલાં પણ હમીરપર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોને મોતને ઘાટ ઉતારાયા હોવાની ઘટના બની છે તો સમયાંતરે બંદૂક સાથેના વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા રહે છે ત્યારે હાલ જ્યારે હથિયારબંધીનું જાહેરનામું બહાર પડ્યું છે તે સમયે પણ વાગડમાં હથિયારો ખુલ્લેઆમ બહાર નિકળી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે કારણ કે જીવલેણ ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. પોલીસ કડક રૂખ અખત્યાર કરી આવા તત્વો પાસેથી હથિયાર જપ્ત કરે તેવી રજુઆતો પણ અનેકવાર થઇ છે ત્યારે આગામી દિવસોમાં નક્કર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો