ત્રિપાંખિયો જંગ:સહકારી બેંકની ચૂંટણીને લઇને રાપરમાં ખેલાશે ત્રિપાંખિયો જંગ

રાપર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનીતા ઉમેદવારને ઉભો રખાતાં તાલુકા ભાજપમાં થયો ભડકો

રાપર તાલુકામાં કચ્છની સાૈથી મોટી સહકારી બેંક કેડીસીસીના ડાયરેક્ટરની ચૂંટણીને લઈને રાપરમાં ભારે ચહલ પહલ શરૂ થઈ ગઈ છે અને ભાજપ, કોંગ્રેસ સાથે અપક્ષના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કાર્ય ચાલુ કરી દીધું છે. કચ્છ ભાજપના મોવડી મંડળ દ્વારા ટિકિટ વાંચ્છુઓને ટિકિટ ન આપીને સમાજવાદ કરતાં પોતાના માનીતા પાટીદાર ઉમેદવારને ઉભા રહેવાનો ચોખ્ખો આદેશ આપતાં રાપર તાલુકા ભાજપમાં પણ કયાંક અસંતોષ જોવા મળી રહ્યો છે.

તો ભાજપના જૂથવાદને જોઈને કોંગ્રેસના ઉમેદવારે પણ પરિસ્થિતિ પામીને બળતામાં ઘી હોમ્યું હોય તેમ પોતાનું ફોર્મ ભરતા રાપર તાલુકાના રાજકારણમાં રીતસરની જોવા જેવી થઈ છે. કચ્છ ભાજપ દ્વારા ફતેગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ અંબાવીભાઈ વાવિયાને દાવેદારી માટેનો અાદેશ કર્યો હતો તો સામે લાંબા સમયથી ટિકિટ માંગવાં છતાંય રાપર તાલુકાની મોટાભાગની મંડળીઓ ઉપર આધિપત્ય જમાવનારા કોકિલાબા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ભાજપ સામે જ ઉમેદવારી નોંધાવી છેે.

તો વળી કોંગ્રેસ તરફથી ગજુભા મંગરૂભા વાઘેલાએ ફોર્મ ભરતા ત્રિ-પાંખિયો જંગ જામશે. મંડળીઓના પ્રમુખોને લોભ, લાલચ, ધાક, ધમકી, પાર્ટીની આબરૂના ધજાગરાની બીક અને રૂપિયાના જોરે રિઝવવાના પ્રયત્નો આદરાઈ રહ્યા છે. અધુરામાં પૂરું ભાજપે કેટલીક મંડળીના સભાસાદોને રાજસ્થાન પણ ઉપાડી ગયાની ચર્ચાઅે જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...