તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:રાપરમાં પોલીસની તીસરી આંખ સમાન CCTV કેમેરાને ફરી મોતિયો

રાપર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 29 પૈકી માત્ર 6 જેટલા જ કેમેરા હાલમાં કાર્યરત
  • વાયરીંગને નુકસાન કરતા તત્વો સામે કોઇ કાર્યવાહી નહીં

રાપરમાં પોલીસના ત્રીજા નેત્ર સમાન સીસીટીવી કેમેરાને ફરી મોતિયો થયો હોય તેમ 29 પૈકી માત્ર 6 જેટલા કેમેરા ચાલુ છે. શહેરની ફરતે દાતાઓ દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા હતા પરંતુ લુખ્ખા તત્વો વાયરીંગ, કેમેરાને નુકસાન કરી ક્ષતિગ્રસ્ત કરી નાખતાં બંધ હાલતમાં છે. પાલિકાના સતાધીશો દ્વારા દાતાઓના સહયોગથી શહેરના સેલારી નાકા, દેનાબેંક ચોક, બસ સ્ટેશન વિસ્તાર, કોર્ટ રોડ, માલીચોક, કન્યા છાત્રાલય વિસ્તાર, મેઈન બજાર, સહિત શહેરની ફરતે 29 જેટલા કેમેરા લગાવાયા હતા, જેમાંથી હાલે માત્ર 5થી 6 કેમેરા જ ચાલુ છે.

કેમેરાનું લાઈવ રેકોડિઁગ જેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું તે એલઇડી પણ પોલીસે ગાયબ કરી નાખી છે, જેના કારણે છેડતી, ચોરીઓ, દારૂની બદી, ખુલ્લેઆમ છાત્રાલય અને બાયપાસ રોડ ઉપર રોમિયોગીરી, બે નંબરી ગોરખધંધા સહિતની અસામાજિક પ્રવૃત્તિને મોકળું મેદાન મળ્યું છે.

તાત્કાલિક તમામ સીસીટીવી કેમેરા ચાલુ કરાય અને તેનું મોનીટરીંગ અધિકારીની ઓફિસમાં નહીં પણ શહેરની જનતા જોઈ શકે તે પ્રકારે કરાય તેવી માંગ શહેરના પ્રબુધ નાગરિકો, દાતાઓ કરી રહ્યા છે. સેલારી નાકા, બાયપાસ અને છત્રાલય રોડ ઉપર તો બુટલેગરો અને રોમિયોગીરી કરતા તત્વોઅે જાહેરમાં સીસીટીવી કેમેરાની વાયરીંગ કાપી નાખી છતાં કોઈપણ જાતની દરકાર તંત્ર દ્વારા લેવાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...