તપાસ:રાપરની લોહાણા સમાજની યુવાન પરિણીતાએ ગળે ફાંસો ખાતા ચકચાર

રાપર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપર પોલીસની તપાસમાં પ્રાથમિક કારણ સંતાન ન થતા હોવાનું મળ્યું

રાપરની શિવશેરીમાં રહેતાં 25 વર્ષીય પરિણીતા વૈશાલીબેન જગદીશભાઈ ઠક્કરે આજે સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લેતાં ચકચાર મચી હતી. મૃતક પરિણીતાનો મૃતદેહ રાપર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાઈ હતી. તો લગ્નને ચાર વર્ષનો ટૂંકો ગાળો હોઈ રાપર મામલતદારને જાણ કરાઈ હતી. લોહાણા સમાજની આશસ્પદ પરણીતાએ આવું પગલું ભરતા સમાજના લોકો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા.

જોકે સવારના 10 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી લીધી હોવા છતાં પરિવારજનો દ્વારા છેક સાંજે ચાર વાગ્યે મૃતદેહ રાપર સરકારી હોસ્પિટલ લઈ આવતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હતા. તો ચાર વર્ષ નો લગ્ન ગાળો હોવાં છતાંય સંતાન ના થતાં આવું પગલું ભર્યાનુ પોલીસમા પ્રાથમિક તપાસમાં લખાવાયું હતું. તો સૂત્રો ધ્વરા મળતી માહિતી મુજબ બને પતિ પત્ની રાપર શહેરમાં આવેલ શિવશેરીમા એકલા જ રહેતાં હતાં અને તેઓનું લગ્ન જીવન પણ સારુ હોવાં છતાંય આવું અગમ્ય પગલું ભરતા પરિવારજનોમાં ભારે ગમગીની વ્યાપી હતી.

જેમા આજે સવારે જગદીશભાઈ ઠક્કર પોતાની નોકરી એ ગયાં હતાં પાછળ થી આવું પગલું તેમની પત્ની વૈશાલીબેને ભર્યું હતું. જેની પ્રથમ તપાસ રાપર પોલીસે હાથ ધરીને પોસ્ટમોર્ટમ ન કાર્યવાહી હાથ ધરી હતી.હાલ લોહાણા સમાજની યુવાન પરિણીતાએ આવું પગલું ભરી લેતાં માતમ છવાયો છે.પોલીસે કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

મોટી નાગલપરમાં બિમારીથી કંટાળી યુવતીનો ગળે ફાંસો
અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મોટી નાગલપર મીઠા કુવા પાસે રહેતા 21 વર્ષીય ખલિફા અજુબાનુ અબ્દ્રેમાને ગત બપોરે 12:15 વાગ્યાના અરસામાં પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેનો મૃતદેહ અંજાર સીએચસી ખાતે લઇ આવનાર ખલીફા અમીન ફકીરમામદે તબીબને જણાવ્યું હતું કે જુની બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધું છે. આ વાતની જાણ તબીબે અંજાર પોલીસને કરતાં પીએસઆઇ સી.બી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...