તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીઓ અજાણ:રાપરના નગર સેવકને ત્રીજું સંતાન આવ્યું, તો પણ પદ પર

રાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષને કહેવાયું ‘મુકો ને લપ, ખોટી ચૂંટણી કરાવીને શું ફાયદો
  • સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવાયો પણ સીઓ અજાણ

રાપરના એક wનગર સેવકને ચૂંટાયા બાદ ત્રીજું સંતાન થતાં નિયમોનુસાર તેમણે રાજીનામું આપવું પડે અને નવેસરથી ચૂંટણી યોજાય તેવો મુદ્દો કોંગ્રેસ દ્વારા સામાન્ય સભામાં ઉઠાવાયો હતો પણ સત્તા પક્ષે આ વિષય જાણે સભાની જેમ જ સામાન્ય હોય તેમ લપ મૂકો તેમ કહીને ચર્ચા કરવાનું ટાળ્યું હતું. ખુદ ચીફ ઓફિસર પણ બેઠકમાં હાજર હોવા છતાં સમગ્ર મામલે પોતે અજાણ હોય તેવો ડોળ કર્યો હતો.

નગર પ્રમુખ અમરતબેન વાવીયાની અધ્યક્ષતામા યોજાયેલી સામાન્ય સભામા ભાજપના નગરસેવકના ઘરે ત્રીજું સંતાન આવવાનો મુદ્દો કોંગ્રેસના કાઉન્સિલર દિનેશ ઠકકરે ઉઠાવ્યો હતો પણ જાણે સામાન્ય વાત હોય તેમ ભાજપ ના હોદેદારોએ ‘મુકો ને લપ, ખોટી ચૂંટણી કરાવીને શું ફાયદો થશે તમને’ તેમ કહીને વિષયને ટાળ્યો હતો .આ બાબતથી ચીફ ઓફિસરે અજાણ હોવાનો ડોળ કરીને ત્રીજા બાળક મુદ્દે વધુ કોઇ ચર્ચા કરાઇ ન હતી. ઉપ પ્રમુખ મહેશ્વરીબા સોઢાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામા કબ્જેદારો ને પ્રાથમિકતા અપાય અને યોજનાનો લાભ તાત્કાલિક અપાય તેવી લેખિત રજૂઆત કરી હતી. શાસક પક્ષના નેતા હેતલબેન માલીએ પાબુધારના લોકોને નગરપાલિકાના લાભો તાત્કાલિક અસરથી મળે તેવું સુચન કર્યું હતું. કારોબારી ચેરમેન કાનીબેન પીરાણા, ચીફ ઓફિસર પરબતભાઈ ચાવડા, હઠુભા સોઢા, મુરજી પરમાર, શૈલેષ શાહ, સકીનાબેન રાઉમા, કરશન ભૂત, દિનેશ ઠક્કર, બળવંત ઠક્કર, નવઘણ કડ, મહેશ સુથાર, મુકેશ વાઘેલા, હેતુભા રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...