નવરાત્રી:રાપરમાં નવરાત્રી દરમિયાન વિશિષ્ટરૂપે કન્યાપૂજન કરાશે

રાપર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાપર શાખાના ભારત વિકાસ પરિષદના મહિલા વિભાગ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી નિમિતે કન્યાઓના પુજન સાથે વિશિષ્ઠ રીતે ઉજવવામાં આવશે. જેમાં રાપરની ધો.1થી 12માં અભ્યાસ કરતી તમામ દિકરીઓનો મેડીકલ ટેસ્ટ કરાશે. આ ટેસ્ટમાં ટી.સી., ડી.સી., હિમોગ્લોબીન, પ્લેટલેટસ, બ્લડ ગ્રુપ વગેરે નિઃશુલ્ક ચેક કરી અપાશે. દરેક કન્યાને ઉપહાર આપી પૂજન કરાશે. તા.7થી 15 સુધી રોજ બપોરના 3 થી 6 સુધી મહાવીર આરોગ્ય કેન્દ્ર ખાતે આ સેવા ઉપલબ્ધ રહેશે.

જેનું ઉદઘાટન તા.7ના ત્રિકાલદાસજી બાપુની ઉપસ્થિતિમાં કરાશે. સંસ્થાના મહિલા વિભાગના સંયોજીકા ડો.પ્રતિમાકુમારી રાહુલપ્રસાદ અને સહસંયોજીકા નિરંજનાબેન અરુણભાઈ ગાવંડે આ પ્રકલ્પની તૈયારી કરી છે. દિકરીઓએ જે શાળામાં ભણતી હોય તે શાળાનું ઓળખપત્ર અથવા પોતાનું આધાર કાર્ડ લઈ આવવાનું રહેશે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સૌ સભ્યો, મહાવીર આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહેશે તેમજ શહેરની તમામ દિકરીઓને આ મેડિકલ સેવાનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...