તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રાપરમાં હોમ ક્વોરન્ટાઇનના ભંગ બદલ પોલીસ ફરિયાદ સહિતના પગલાં ભરાશે

રાપર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી તંત્રોની બેઠકમાં DDOએ વિવિધ માર્ગદર્શન આપ્યું

હાલ રાપર તાલુકામાં  મહારાષ્ટ્ર, મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના રેડ ઝોન વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રાત દિવસ આવી રહેલા લોકોના કારણે સમગ્ર વહીવટી તંત્ર ઊંધે માથે થયું છે  ત્યારે કચ્છમાં સૌથી વધુ લોકો રાપર તાલુકામા આવતા હોઇ રાપરમાં  જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના રક્ષાત્મક ઉપાયો વિશે માર્ગદર્શન અપાયું હતું.

વાગડ વિસ્તારમાં  રેડ ઝોનમાંથી લોકો આવી રહ્યા છે તે  તમામને હોમ કવોરન્ટાઇન
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ  જણાવ્યું હતું કે વાગડ વિસ્તારમાં  રેડ ઝોનમાંથી લોકો આવી રહ્યા છે તે  તમામને હોમ કવોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.  આ માટે આરોગ્ય વિભાગને  સુચના આપવામાં આવી છે. આ  ઉપરાંત આરોગ્ય તપાસણી સહિતના ઝડપી પગલાં લેવામાં આવે તેવી તાકીદ પણ કરવામા આવી છે.  લોકો જો હોમ કવોરન્ટાઇનનો ભંગ કરે તો પોલીસ ફરિયાદ સહિતના પગલા ભરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. તાલુકા પંચાયત કચેરીની પણ મુલાકાત  બાદ ડીડીઓ જડસા અને બુઢારમોરા જવા રવાના થયા હતા. બેઠકમાં પ્રાંત અધિકારી કલ્પેશ કોરડીયા, તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા, મામલતદાર એચ. જી પ્રજાપતિ, મેડિકલ ઓફિસર ડો. ભાર્ગવ, તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ, ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા, પ્રકાશ ચૌહાણ, રામજી  પરમાર,  હરેશ પરમાર,  કંચનબેન સુવારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો