હુમલો:રાપરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં યુવાનને ધારિયું ફટકારી લૂંટ કરાઇ

રાપર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ માટે 100 રૂપિયાની ના પાડતાં ઉશ્કેરાયો : આગેવાનોએ કડક સજા કરવા માંગ કરી
  • વાગડમાં સવાર પડે અને નશેડી લોકોનો ત્રાસ શરૂ થાય

રાપર શહેરના રવેચી નગર પાવરહાઉસ ખાતે રહેતા ક્ષત્રિય યુવાન પાસે દારૂ માટે રૂપિયા માગ્યા બાદ યુવાને ના પાડતાં બાઇક ચાલક નશેડીએ ધારીયું ફટકારી રૂ.1200 ની લૂંટને અંજામ આપતાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં પ્રથમ પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના રવેચી નગર પાવરહાઉસ ખાતે રહેતા અને પેટ્રોલપંપમા કામ કરતાં હરપાલસિંહ ભાવુભા વાઘેલા આજે સવારે આઠ વાગ્યાંની આસપાસ પોતાના ઘરેથી નજીક આવેલ દુકાને દૂધ લેવા જતા હતાં ત્યારે નસેડી સુરેશ જેમલ કોલી બાઈક ઉપર આવીને હરપાલસિંહ વાઘેલા પાસે દારૂ પીવા માટે સો રૂપિયા ઉધાર માંગ્યા હતાં. જેની ફરિયાદીએ ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઈને પોતાની બાઈકમાં રાખેલું ધારિયું ફરિયાદીના સાથળના ભાગે મારીને ફરિયાદીના આગળના ખીસ્સામાં રહેલા રૂ.1200 રોકડની લૂંટ કરીને જાન થી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને કૌટુંબિક ભાઈ એ રાપર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટનામાં રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સુરેશ જેમલ કોલી ઉપર અગાઉ પણ મારામારી, દારૂ, એટ્રોસિટી વગેરે ગુનાઓ નોધાયા છે. રાપર શહેરમા ધારિયું ફટકારી લૂંટની ઘટના બનતા ચકચાર મચી હતી. તો આ ઘટનાની જાણ થતાં રાપર શહેર ના ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ના યુવાન ઉપર આ પ્રકાર ની હીંચકારી ઘટના બનતા સરકારી હોસ્પિટલ ખાતે રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ના પૂર્વ પ્રમુખ અનોપસિંહ વાઘેલા, રાપર શહેર ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજના પ્રમુખ ગિરિરાજસિંહ વાઘેલા, મહામંત્રી નરપત સિંહ જયેન્દ્રસિંહ જાડેજા ,દેવુભા મંગુભા વાઘેલા, રામદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્ર સિંહ જાડેજા, વિક્રમસિંહ રવુભા જાડેજા,મહિપત સિંહ, દીપુભા જાડેજા,મહાવીર સિંહ જાડેજા,પ્રવિણસિંહ વાઘેલા તેમજ રાપર શહેર અને તાલુકા ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા. સમાજે આરોપીને તાત્કાલિક ધરપકડ કરવા માંગણી કરી હતી.

ભંગેરામાં જમીન મુદ્દે મહિલાના પગ ભાંગ્યા
રાપર તાલુકાના ભંગેરા ગામ ખાતે જમીન મુદ્દે બોલાચાલી કરી મહિલાને ઉંધું ધારિયું ફટકારી ત્રણ જણાએ પગ ભાંગ્યા હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઇ છે. રાપરના ભંગેરા ખાતે રહેતા મીનાબેન કચરાભાઇ જાભાઇ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.20/11 ના રોજ સાંજે તેઓ પોતાના ઘરે હતા ત્યારે રાહા ભીખા ચાવડા, પામુબેન રાહા ભીખા ચાવડા અને ભોજીબેન રાહા ભીખા ચાવડા તેમના ઘરે આવ્યા હતા અને રાહાએ જમીનની માગણી કરતાં તેને જમીન આપવાની ના પાડતાં ત્રણે જણાએ ભૂંડી ગાળો બોલી બોલાચાલી કરી હતી અને રાહા ભીખા ચાવડાએ તેમના પગમાં ઉંધું ધારિયું ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આડેસર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...