તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:રાપરમાં રાજકીય આગેવાનો ચપેટમાં

રાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના રાજકીય વ્યક્તિઓને કોરોના ચપેટમાં લઈ રહ્યો છે જેમાં પહેલાં રાપર નગર પાલિકાના પૂર્વ સદસ્ય પ્રવીણ ઠક્કર અને તેમના પરિવારના બે પુત્રો સંક્રમિત થયા બાદ સાજા થઇ ગયા હતા. ત્યાર બાદપાલિકા પ્રમુખ ગંગાબેન સિયારિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગઇ કાલે ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાડીલાલ સાવલા ચપેટમાં આવતાં તેમને પણ સિમ્સમાં એડમિટ કરાયા હતા.

આ સીલસીલો ચાલુ રહ્યો હતો અને મંગળવારે રાપર-ભચાઉના ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠીયાનો ભુજ ખાતે કરાયેલો રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ નીકળ્યો હતો. તેમને પણ અમદાવાદની સીમ્સમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભચુભાઈ છેલ્લા કેટલાંક દિવસોથી રાપર ખાતે જ હતા. તો સંતોકબેન મુંબઈમાં પોતાનાં રહેઠાણ ખાતે ક્વોરન્ટાઇન છે. ઉલ્લેખનીય છે કે તમામ આગેવાનોએ સરકારીના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...