તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:રાપરમાં છરી, તલવાર થી યુવાન પર હુમલો ,સામસામે 8 શખ્સો સામે ફરિયાદ દાખલ

રાપર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક દિવસ અગાઉ થયેલા વિવાદનું મનદુખ રાખીને 7 શખસોએ કર્યો પ્રતિ હુમલો
 • પોલીસે 5 આરોપીઓની અટક કરીઃ એકને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલ મોકલાયો

રાપરમાં એક દિવસ અગાઉ થયેલી બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝગડાનું દુખ રાખી ફરી સોમવારના સવારે મામલતદાર કચેરી પાછળ વિખવાદ થયો હતો. જેમાં એક પક્ષના 7 લોકોએ એકત્ર થઈને તલવાર, છરી જેવા હથીયારોથી હુમલો કરીને ઘા કર્યા હતા, તો સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવીને છરી માર્યાની ફરિયાદ થઈ હતી.

રાપર પોલીસ મથકે રામજીભાઈ કલુભાઈ કોલીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રવિવારના સાંજે હેમંત કોલી સાથે મોટર સાઈકલ ભટકાવવા અંગે થયેલા ઝગડા બાદ સોમવારના સવારના ભાગે તેઓ અને સાહેદ રાજુભાઈ કોલી શાક માર્કેટ ગયા ત્યારે પાણીના ટાંકા પાસે આરોપીઓ રાજેશ નાનજી રાવતાણી કોલી, સામત ભુરા રાકાણી કોલી, વેરશી વેલા રાકાણી કોલી, કાનજી છગન રાકાણી કોલી, નાનજી સામત રાકાણી કોલી, હેમંત સામત રાકાણી કોલી, દિપક લાખા રાકાણી કોલીએ એક સંપ થઈને મંડળી રહીચેન પ્રાણઘાતક હથિયારો છરીથી ફરિયાઈના માથા પર ત્રણ ઘા માર્યા, તલવારથ પીઠના ભાગે ઘા માર્યા અને છરા, ધારીયાથી બંન્ને હાથોના કાંડામા ઘા માર્યા હતા.

તે સિવાય પણ લાકડીઓ વડે હુમલો કરીને તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. જેથી તેમને પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ લઈ જઈને માથામાં વહુ ઈજા હોતા ભુજ જી.કે. હોસ્પિટલ રીફર કર્યા હતા જ્યાં પંદર જેટલા ટાંકા આવ્યા હતા. તો બીજી તરફ વેરશી વેલાભાઈ કોલીએ રામજી ઉર્ફે રામુ કલુ કોલી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીને હેમતભાઈ કોલી સાથે થયેલા ઝગડાનું દુખ રાખીને આરોપીએ પોતાના હાથમાં છરી લઈને આવ્યો અને કોઇ બોલ્યા વગર હાથમાં છરી મારતા મુઢ માર સહિતની ઈજા પહોંચી હતી. જેથી તેમને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા હતા. દરમ્યાન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી એકને કોરોના પોઝિટિવ આવતા પલાંસવા પીએચસીમાં દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો