રાપર તાલુકાના કાનમેર ખાતે ગુરૂવારે સાંજે જમીન મુદ્દે બે જુથ વચ્ચે બંદૂક, ધારિયા અને ધોકા સાથે ખેલાયેલા ધીંગાણામાં રાજપુત સમાજના એક યુવાનનું મોત નિપજતાં આ ધીંગાણું જીવલેણ સાબિત થયું હતું.મૃતક યુવાનનો મૃતદેહ પલાંસવા સએચસી ખાતે લઇ અવાયા બાદ બાર ગામના રાજપુત સમાજે જ્યાં સુધી તમામ આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારાય જણાવી 24 કલાકનું અલ્ટિમેટમ પોલીસને આપ્યું હતું. બીજી તરફ સ્થાનિક પોલસે હત્યા કરનાર જુથના 6 આરોપીઓને પકડી લધા હતા.
ગુરૂવારે સાંજે કાનમેરનાા શક્તિનગર વિસ્તારમાં રાજપુત સમાજ અને ક્ષત્રિય સમાજના બે જુથ્થ જમીન મુદ્દે બંદૂક, ધારિયા અને ધોકા સાથે સામસામે આવી ગયા બાદ થયેલા ફાયરિંગ સાથેના હુમલામાં બન્ને પક્ષના મળી 8 થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાં રાજપુત સમાજના યુવાન દાનાભાઇ વજાભાઇ રાજપુતનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું. આજે તેમનો મૃતદેહ પલાંસવા સીએચસી ખાતે લઇ અવાયો હતો. સીએચસી ખાતે બાર ગામનો રાજપુત સમાજ એકઠો થયો હતો અને આગેવાનોએ મૃતદેહ સ્વિકારવાની ના પાડી હતી.
રાજપુત સમાજે પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપી તમામ 16 આરોપીઓની ધરપકડ થયા બાદ જ મૃતદેહ સ્વીકાર કરાશે તેવું જણાવ્યું હતું. આ તરફ આડેસર પોલીસ મથકના પીએસઆઇ વાય.કે.ગોહિલે ટીમ સાથે વોચ ગોઠવી હત્યા કરનાર જુથના બચુભા વનુભા જાડેજા, જયરાજસિંહ ભઇસાહબસિંહ જાડેજા, સાહેબસિંહ ખુમાણસિંહ જાડેજાને કાનમેર ગામની પાશીયાવાડ સીમમાં આવેલી બચુભા વનુભા જાડેજાની વાડી પર હોવાની બાતમીને આધારે પકડ્યા હતા.
અને સમુભા વનુભા જાડેજા તેમજ દિવાનસિંહ દિલુભા જાડેજાને દિવાનસિંહની વાડીએથી અને અજિતસિંહ નવુભા જાડેજાને જી.કે.જનરલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ હોઇ જેને આજે ડિસ્ચાર્જ કરતા રાઉન્ડઅપ કરી કુલ છ આરોપીઓને પકડી લેવાયા હતા. હજુ 9 આરોપીઓ પકડવાના બાકી છે ત્યારે મોડી રાત સુધી રાજપુત સમાજે મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો.
હુમલા સમયે લૂંટનો ખોટો આરોપ વખોડાયો
કાનમેરમાં અથડામણની ઘટના બાદ હોસ્પિટલમાં સારવાર લેતા અમુક શખ્સે હુમલા સાથે લૂંટ ચલાવાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો જેને વાગડના રાજપુત સમાજે વખોડી કાઢ્યો હતો. દરમિયાન આજના દિવસે પોલીસની ફરિયાદમાં પણ રાજપુત સમાજના સભ્યએ કોઇ વસ્તુ કે રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો ઉલ્લેખ સુધ્ધા ન હોતાં આ આક્ષેપ ખોટો હોવાની વાતને સમર્થન મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.